Dog murder : કૂતરાને નિર્દયતાથી ફાંસી પર લટકાવીને મારી નાખ્યો, વીડિયો વાયરલ થતા જ લોકોને આવ્યો ગુસ્સો

|

Nov 15, 2022 | 7:12 AM

ગાઝિયાબાદમાં (Ghaziabad) બે યુવકોએ એક કૂતરાને નિર્દયતાથી લટકાવીને મારી નાખ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બંને આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Dog murder : કૂતરાને નિર્દયતાથી ફાંસી પર લટકાવીને મારી નાખ્યો, વીડિયો વાયરલ થતા જ લોકોને આવ્યો ગુસ્સો
Dog murder video

Follow us on

છેલ્લા કેટલાક મહિનામાં કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે લોકો વિચારે છે કે શું કૂતરો રાખવો યોગ્ય છે? આ દરમિયાન દિલ્હીને નજીક આવેલા ગાઝિયાબાદમાં એક અલગ જ ઘટના સામે આવી છે, જેના કારણે લોકોમાં ભારે ગુસ્સો છે. વાસ્તવમાં, અહીં બે યુવકોએ એક કૂતરાને નિર્દયતાથી લટકાવીને મારી નાખ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના લોની વિસ્તાર પાસે ટ્રોનિકા સિટીની છે.

આ વીડિયો માત્ર 21 સેકન્ડનો છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે યુવકો કૂતરાને ફાંસી પર લટકાવીને તેના ગળામાં સાંકળ ખેંચી રહ્યા છે અને જ્યાં સુધી કૂતરાનો જીવ ન જાય ત્યાં સુધી તેને ખેંચતા રહે છે. આ દરમિયાન એક ત્રીજો વ્યક્તિ ત્યાં આવે છે અને તેમની સાથે એવી રીતે વાત કરવાનું શરૂ કરે છે કે જાણે ત્યાં કંઈ થયું જ નથી. આ વીડિયોએ લોકોને તો હંમેશાની જેમ હેરાન કરી દીધા છે, સાથે જ આ નજારો જોઈને લોકો ખૂબ ગુસ્સામાં છે. તે જ સમયે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બંને આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ શ્વાનને લટકાવવાનો વાયરલ વીડિયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાયરલ થઈ રહેલો આ વીડિયો લગભગ ત્રણ મહિના જૂનો છે. જો કે આ મામલે વિસ્તારના લોકોનું કહેવું છે કે લટકાવેલા કૂતરાથી સમગ્ર વિસ્તારના લોકો પરેશાન હતા. કારણ કે તેણે ઘણા લોકોને કરડ્યો હતો. તેથી તેણે તેને મારી નાખવાનું વિચાર્યું. આ મામલામાં કૂતરાના માલિકે જણાવ્યું કે, તે કૂતરો ઘણા સમયથી બીમાર હતો.

પોલીસે શું કહ્યું?

હવે જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસ પણ હરકતમાં આવી ગઈ.

ગાઝિયાબાદના એસપી રૂરલએ જણાવ્યું કે, ‘આ ઘટના ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં એક કૂતરા પર ક્રૂરતાનો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની નોંધ લેવામાં આવી છે. પશુ માલિકે જણાવ્યું કે કૂતરો બીમાર હતો. ઘટના/વાઈરલ વીડિયોના સંબંધમાં પ્રાણીના માલિક સામે કેસ નોંધવામાં આવ્યો છે. કડક કાર્યવાહી કરવામાં આવશે.

(કોઈ પણ પશુ પર અત્યાચાર કરવો નહી. TV 9 gujarati આની પુષ્ટી કરતું નથી.)

Next Article