Breaking News: અંબાણીના ઘરે દિશા પાટનીએ તો હદ વટાવી, ગણેશ પૂજામાં લાલ ઘાઘરા સાથે બોલ્ડ બ્લાઉઝ જોઈ નેટિઝન્સ લાલઘૂમ

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણપતિ પૂજામાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની લાલ ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચી હતી. જોકે, તેના ડીપ નેક બ્લાઉઝને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ધાર્મિક પ્રસંગ માટે અયોગ્ય ગણાવી ટ્રોલ કરી હતી અને તેની સરખામણી કૃતિ સેનનની વિવાદિત જાહેરાત સાથે કરી હતી.

Breaking News: અંબાણીના ઘરે દિશા પાટનીએ તો હદ વટાવી, ગણેશ પૂજામાં લાલ ઘાઘરા સાથે બોલ્ડ બ્લાઉઝ જોઈ નેટિઝન્સ લાલઘૂમ
| Updated on: Sep 15, 2026 | 6:27 PM

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની (Disha Patani) અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ ‘દિશા પાટની’ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ના અવસર પર મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે આયોજિત ગણપતિ પૂજામાં પહોંચી હતી. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ વર્લ્ડમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિશા પાટનીની આ ક્લિપ જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે.

Disha Patani થઈ ટ્રોલ

સામે આવેલા આ વીડિયોમાં દિશા પાટની લાલ રંગના ટ્રેડિશનલ ઘાઘરા અને મેચિંગ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. તેણે લાલ દુપટ્ટો પણ સાથે રાખ્યો હતો. જો કે, તેના ડીપ નેક બ્લાઉઝને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

કેટલાક યુઝર્સે દિશાના કપડાંની સરખામણી હાલમાં જ વાયરલ થયેલી કૃતિ સેનનની રાખડી વાળી જાહેરાત સાથે કરી દીધી. આ જાહેરાતમાં પણ કૃતિના ડીપ નેક બ્લાઉઝને લઈને ઘણો વિવાદ થયો હતો અને બાદમાં તેને TV તેમજ સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવી હતી.

લોકોએ ખૂબ જ તીખી કોમેન્ટ્સ કરી

દિશાનો વીડિયો સામે આવ્યા બાદ એક યુઝરે કોમેન્ટ કરી, “દર વખતે એક સરખા જ કપડાં! ધાર્મિક કાર્યક્રમ માટે આ યોગ્ય નથી.” અન્ય એક યુઝરે કહ્યું કે, આવા લોકોને આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં બોલાવવા જ ન જોઈએ. કેટલાક લોકોએ દિશાને લઈને ખૂબ જ તીખી કોમેન્ટ્સ પણ કરી છે. જો કે, અત્યાર સુધી દિશાએ આ મામલે મૌન તોડ્યું નથી.

જણાવી દઈએ કે, અંબાણી પરિવારની ગણપતિ પૂજામાં બોલિવૂડના અનેક મોટા સિતારાઓ પહોંચ્યા હતા. સલમાન ખાન, વિક્કી કૌશલ, કેટરિના કૈફ, કાજોલ, વરુણ ધવન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કૃતિ સેનન, જ્હાન્વી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સહિત અનેક સેલેબ્સે આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી.

Breaking News: Maatrubhumi ને CBFC તરફથી ન મળી રાહત, સલમાન ખાનની બિગ બજેટ ‘વોર ડ્રામા’ અટકાઈ

Follow Us
Loading...
Unable to load recommendations.