તમને ખબર છે કે ટ્રેનનું અલગ-અલગ હોર્ન વાગે તો તેનો મતલબ શું થાય છે ? જાણો અજાણી વાતો

|

Aug 08, 2021 | 2:43 PM

ટ્રેનનું હોર્ન ભલે એક હોય, પરંતુ તેને વગાડવાની રીત ઘણી પ્રકારની હોય છે. જ્યારે પણ ટ્રેનનો ડ્રાઈવર હોર્ન વગાડે છે, તેનો અર્થ કંઈક થાય છે.

તમને ખબર છે કે ટ્રેનનું અલગ-અલગ હોર્ન વાગે તો તેનો મતલબ શું થાય છે ? જાણો અજાણી વાતો
Indian Railway

Follow us on

આપણે સૌએ ટ્રેનોમાં મુસાફરી કરી છે. ટ્રેન સિગ્નલ અને યોગ્ય ટેકનિકલ મેનેજમેન્ટ સાથે ટ્રેક પર દોડે છે. ટ્રેનોનો સમય એવી રીતે સેટ કરવામાં આવ્યો છે કે 2 ટ્રેન એકબીજા સાથે અથડાય નહીં. એટલે કે રસ્તા જેવા અકસ્માત ન સર્જાય. પરંતુ આ ટ્રેનો આટલા હોર્ન (Train Horn) કેમ વગાડે છે? ટ્રેક પર માત્ર એક જ ટ્રેન દોડતી હોય ત્યારે આ ડ્રાઇવરો હોર્ન કેમ વગાડે છે?

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે ટ્રેનના એન્જિનમાં બેઠેલો ડ્રાઈવર બિનજરૂરી રીતે ટ્રેનનું હોર્ન વગાડતો રહે છે, પરંતુ એવું નથી. ટ્રેન ડ્રાઈવરો ઉત્સાહ માટે સીટી વગાડતા નથી, ન તો કોઈને હેરાન કરવાનો તેમનો ઈરાદો હોય છે. ટ્રેનનું હોર્ન ભલે એક હોય, પરંતુ તેને વગાડવાની રીત ઘણી પ્રકારની હોય છે. જ્યારે પણ ટ્રેનનો ડ્રાઈવર હોર્ન વગાડે છે, તેનો અર્થ કંઈક થાય છે. આવો, તેમના વિશે જાણીએ.

વિવિધ પ્રકારની સીટીઓના જુદા જુદા અર્થ હોય છે

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

નાનું હોર્ન :
જ્યારે ડ્રાઇવર નાનું હોર્ન વગાડે છે, તેનો અર્થ એ છે કે તેને બીજા એન્જિનની મદદની જરૂર નથી.

બે ટૂંકા હોર્ન :
જ્યારે ડ્રાઈવર નાનું હોર્ન વગાડે છે, ત્યારે તે ટ્રેન શરૂ કરતા પહેલા પાછળના ડબ્બામાં ગાર્ડ પાસેથી સંકેત માગી રહ્યો છે.

પહેલા નાનું અને પછી લાંબુ હોર્ન :
આનો મતલબ એ છે કે ટ્રેનના ડ્રાઈવરને પાછળના ભાગમાં એન્જિનમાંથી કોઈ પ્રકારની સહાયની જરૂર છે.

પહેલા લાંબુ અને પછી ટૂંકું હોર્ન :
તેના દ્વારા ટ્રેનનો ડ્રાઈવર તેના ગાર્ડને બ્રેક છોડવા માટે સંકેત આપી રહ્યો છે. આ સાથે, ડ્રાઈવર સૂચવે છે કે ટ્રેન સાઈડિંગમાં પાછા આવ્યા પછી મુખ્ય લાઈન સાફ થઈ ગઈ છે.

ત્રણ ટૂંકા હોર્ન
3 ટૂંકા હોર્નનો મતલબ એટલે સાવચેત રહેવું. આનો અર્થ એ થયો કે ટ્રેનનું એન્જિન ડ્રાઈવરના નિયંત્રણ બહાર છે અને તે ટ્રેન ગાર્ડને ઈમરજન્સી બ્રેક લગાવવા માટે સંકેત આપી રહ્યો છે.

ચાર ટૂંકા હોર્ન 
જ્યારે આગળનો રસ્તો સ્પષ્ટ નથી, ત્યારે ડ્રાઇવરો 4 ટૂંકા હોર્ન વગાડે છે. આનો અર્થ એ થયો કે એન્જિનનો ડ્રાઈવર ગાર્ડ પાસે મદદ માંગી રહ્યો છે જેથી તે આગળ અને પાછળના સ્ટેશન સાથે વાત કરી મદદ માંગી શકે.

પ્રથમ બે લાંબા અને પછી બે ટૂંકા હોર્ન
ટ્રેનનો ડ્રાઈવર જ્યારે ગાર્ડને પોતાની પાસે બોલાવવા ઈચ્છે ત્યારે આ હોર્ન વગાડે છે

એક સતત લાંબુ હોર્ન
આવી વ્હિસલનો અર્થ એ છે કે ટ્રેન એક ટનલમાંથી પસાર થવાની છે. આ સિવાય, બીજો અર્થ એ છે કે તે એક્સપ્રેસ અથવા મેલ ટ્રેનને કોઈ નાના સ્ટેશન પર રોકવાની જરૂર નથી અને તે ઝડપથી પસાર થાય છે, જે સંબંધિત સ્ટેશનને સંકેત આપે છે. તેને પાસ થ્રુ પણ કહેવાય છે.

પ્રથમ બે ટૂંકા અને એક લાંબુ હોર્ન
મુસાફરી દરમિયાન જ્યારે કોઈ મુસાફર ચેઇન પુલિંગ કરે અથવા ટ્રેનના ગાર્ડે ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હોય, ત્યારે ડ્રાઈવર આવી સીટી વગાડે છે.

સતત નાના હોર્ન

જો ટ્રેનનો ડ્રાઈવર સતત ટૂંકા હોર્ન વગાડી રહ્યો હોય, જે સમજે છે કે તેને આગળ સ્પષ્ટ રસ્તો દેખાતો નથી અને આગળ ભય હોઈ શકે છે.

 

આ પણ વાંચો : ભારતના આ મરચાના છે એટલી તીખાશ કે માણસ પોતાના પર નથી રાખી શકતો કાબુ

આ પણ વાંચો : એક એકરમાં એલોવેરાની ખેતીથી થાય છે લાખોની કમાણી, જાણો સંપૂર્ણ માહિતી

Next Article