Viral Video : ભાભી સાથે પંગો લેવો દિયરને ભારે પડ્યો ! ભાભીએ મહેમાનોની સામે દિયરની કરી બેજ્જતી

|

Nov 14, 2021 | 4:04 PM

આજકાલ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાભી સાથે પંગો લેવો દિયરને ભારે પડી જાય છે.

Viral Video : ભાભી સાથે પંગો લેવો દિયરને ભારે પડ્યો ! ભાભીએ મહેમાનોની સામે દિયરની કરી બેજ્જતી
wedding video goes viral

Follow us on

Funny Video : લગ્ન સંબધિત વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. જેમાંના કેટલાક હાસ્યાસ્પદ હોય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ખુબ આશ્ચર્ય થાય છે. તાજેતરમાં ઈન્ટરનેટ (Internet) પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નવી પરણેલી ભાભી સાથે દિયરને પંગો લેવો ભારે પડી જાય છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

જગ્યા ન મળતા ભાભીએ કંઈક આવુ કર્યુ…..

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લગ્નની સિઝન શરૂ થવાની છે, ત્યારે સોશિયલ મીડિયા પર અત્યારથી જ લગ્ન સંબધિત વીડિયો પણ શેર થવા લાગ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નવી દુલ્હન (Bride) જયમાળા માટે સ્ટેજ પર જાય છે, પરંતુ તેને બેસવાની જગ્યા મળતી નથી. કારણ કે વરરાજાના મિત્રો અને દિયર તેની સાથે મજાક કરવા માટે ત્યાં બેઠા છે. પરંતુ બાદમાં દુલ્હન જે કરે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે. જગ્યા ન મળતા આ દુલ્હન વરરાજાના (Groom) ખોળામાં બેસી જાય છે. આ જોઈને મહેમાનો પણ ચોંકી જાય છે.

જુઓ વીડિયો

આ વિડિયો જોયા પછી એવું લાગે છે કે દિયરને તેની ભાભી સાથેની મજાકનું પરિણામ જીવનભર યાદ રહેશે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર Trending Wedding Couples નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે ફની કેપ્શન (Caption) આપવામાં આવ્યું છે, દેવર જી… હવે ભાભી સાથે ક્યારેય પંગો ન લેતા.

આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ગર્લ પાવર… જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ(Comment)  કરતા લખ્યું છે કે, ભાભી રોક્સ, દેવર શોક્ડ. આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: સિધ્ધાંતવાદી ચોર ! ચોરી કરતા પહેલા ચોરે મંદિરમાં કર્યા દર્શન, આ અનોખી ચોરીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: Video : ખભા પર DJ લટકાવીને માંડવે પહોંચ્યા જાનૈયા ! આ જુગાડ જોઈને લોકોએ કહ્યુ ” લગ્નમાં NO COMPROMISE “

Next Article