Video : આ યુવાને રસ્તા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ ! જોઈને તમે પણ કહેશો “દેશી માઈકલ જેક્સન”

|

Sep 26, 2021 | 5:29 PM

સોશિયલ મીડિયા પર એક ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવાન માઈકલ જેક્સન જેવા ડાન્સ સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે.

Video : આ યુવાને રસ્તા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ ! જોઈને તમે પણ કહેશો દેશી માઈકલ જેક્સન
Dance Video Viral On Social Media

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કેટલાક વિડીયો વાયરલ થતા જોવા મળે છે. ખાસ કરીને લોકો ડાન્સ સંબંધિત વીડિયો જોવાનું વધારે પસંદ કરે છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન જે રીતે ડાન્સ મૂવ્સ કરી રહ્યો છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ યુવાનને ‘દેશી માઈકલ જેક્સન’ ગણાવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો આ દેશી માઈકલ જેક્સનને (Michael Jackson) ખૂબ પસંદ કરી રહ્યા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ યુવાને રસ્તા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તાની વચ્ચે માઈકલ જેક્સનના સુપરહિટ ગીત ડેન્જરસ (Dangerous) પર જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે. પહેલા તો તમે આ યુવાનનો ડાન્સ (Dance) જોઈને હસશો, પરંતુ થોડા સમય બાદ આ યુવાન અદભૂત ડાન્સ મૂવ્સ બતાવવાનું શરૂ કરે છે કે તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ યુવાન દેશી અને માઈકલ જેક્સનના ડાન્સ સ્ટેપ્સને મિક્સ કરીને અદભુત ડાન્સ કરી રહ્યો છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ યુવાનની કરી રહ્યા છે પ્રશંસા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”ખરેખર યુવાને અદ્દભુત ડાન્સ કર્યો છે”. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, આ તો હુબહુ માઈકલ જેક્શનની જેમ ડાન્સ કરી રહ્યો છે, જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો:  ગજબ ! આ ખિસકોલી ફોલો કરી રહી છે તેના માલિકના ઇન્સટ્રક્શન, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

Next Article