Viral Video : વરઘોડા દરમિયાન વરરાજાએ કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ જનતાએ કહ્યું- 1 નંબર ભાઈ

|

May 05, 2022 | 1:38 PM

વરરાજાના ડાન્સનો (Dance) એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા ગોવિંદાની ફિલ્મ 'આંટી નંબર વન'ના ટાઈટલ સોંગ પર અદ્ભુત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વરરાજાનો ડાન્સ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તમે પણ જુઓ આ ફની વીડિયો.

Viral Video : વરઘોડા દરમિયાન વરરાજાએ કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ જનતાએ કહ્યું- 1 નંબર ભાઈ
groom dance

Follow us on

ભારતીય લગ્નો ડાન્સ (Dance Video) વિના અધૂરા લાગે છે. વરઘોડો નીકળતો હોય અને નાગિન ડાન્સના હોય તો ભાઈના વરઘોડાની શું મજા. તમે નોંધ્યું હશે કે, કેટલાક વરરાજા પોતાના લગ્નમાં થોડોક ડાન્સ કરી જ લે છે. જો કે ઘણા વરરાજા (Groom) શરમથી કાર કે ઘોડીમાંથી નીચે પણ ઉતરતા નથી. કેટલાક વરરાજાઓ છે, જેમની વાસ્તવિક પ્રતિભા ફક્ત તેમના જ વરઘોડામાં જોવા મળે છે. વરરાજાના ડાન્સનો આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવિંદાની ફિલ્મ આંટી નંબર વનના ટાઈટલ સોંગ પર વરરાજો અદ્ભુત ડાન્સ કરતા જોવા મળે છે. વરરાજાનો ડાન્સ (Groom Dance Video) લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

લગ્ન એક એવી વિધિ છે, જેનો દરેક જણ આનંદ લે છે. આ અવસર પર ખાસ કરીને વર-કન્યાની ખુશીઓ એક અલગ સ્તર પર છે. હાલમાં સોશિયલ મીડિયા પર વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગોવિંદાના ગીત પર અદભૂત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો એક વરઘોડાનો છે, જેમાં વરરાજા ગોવિંદાની આંટી નંબર વન ગીત પર જોર-શોરથી ડાન્સ કરીને મજા લે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરરાજા ગોવિંદાના દરેક સ્ટેપને ખૂબ જ સારી રીતે નિભાવે છે. એવું લાગે છે કે તે વ્યક્તિ ગોવિંદાનો જબરો ફેન હશે. તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ગોવિંદાના ગીત પર વરરાજાએ અદ્ભુત કર્યો ડાન્સ

વરરાજાના આ જોરદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર psycho_biharii નામના પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘વરરાજાએ માહોલ બનાવી દીધો.’ થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. વીડિયો જોયા પછી લોકો તેના પર સતત તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે.

ફની ટોનમાં કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, ‘ભાઈનો વધારે ડાન્સ કરવાને કારણે દુલ્હન ભાગી ન જાય.’ એકંદરે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

Next Article