Weather Forecast : અરે ભાઈ, તહેવારની તૈયારી કરો….Delhiમાં વરસાદ બાદ ટ્વિટર પર ફની મીમ્સનો થયો વરસાદ, લોકો આ રીતે કરી રહ્યા છે ઉજવણી કે સોશિયલ મીડિયા પણ ભીંજાયું

|

Jun 17, 2022 | 2:45 PM

Weather Forecast : દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો (Temperature Decrease) નોંધાયો છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો હતો. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લોકો સતત મીમ્સ શેયર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Weather Forecast : અરે ભાઈ, તહેવારની તૈયારી કરો....Delhiમાં વરસાદ બાદ ટ્વિટર પર ફની મીમ્સનો થયો વરસાદ, લોકો આ રીતે કરી રહ્યા છે ઉજવણી કે સોશિયલ મીડિયા પણ ભીંજાયું
Delhi-NCR- rainfall

Follow us on

દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં લોકો આશાભરી આંખો સાથે ઈન્દ્ર દેવતાની પ્રાર્થના કરી રહ્યા છે. એવું લાગે છે કે ઇન્દ્રદેવે દિલ્હી અને NCR (Rain in Delhi NCR)ના રહેવાસીઓની અરજી સાંભળી છે. મોડી રાત્રે અચાનક વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને હાલ ગરમીમાંથી થોડી રાહત મળી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આનંદ વ્યક્ત કરતા રમુજી મીમ્સ વરસાવવાનું શરૂ કર્યું છે. મહત્તવનું એ છે કે #DelhiRains ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો સતત વીડિયો અને ફની મીમ્સ શેયર કરી રહ્યાં છે. જેને જોઈને તમારો ચહેરો પણ ચમકી જશે. તો ચાલો જોઈએ આ ફની મીમ્સ.

દિલ્હી અને NCRના વરસાદથી સોશિયલ મીડિયા પણ ભીંજાઈ ગયું છે. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લોકો સતત મીમ્સ શેયર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ચાલો અમુક પસંદગીના ટ્વીટ્સ પર એક નજર કરીએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

‘આખરે તે દિવસ આવી ગયો’

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. IMDએ શનિવારથી ચાર દિવસ સુધી વાવાઝોડાં અથવા હળવા વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જારી કર્યું છે. રવિવાર સુધીમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જવાની સંભાવના છે. ચોમાસું 27 જૂનની સામાન્ય તારીખના એક કે બે દિવસ પહેલા દિલ્હી પહોંચવાની ધારણા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 23 જૂનથી 29 જૂન વચ્ચે મધ્ય ભારતના બાકીના ભાગો અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં પહોંચવાની સંભાવના છે. IMD કહે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ હિમાલયના પ્રદેશો અને તેની આસપાસના પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અપેક્ષા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ પડશે.

Next Article