AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી મેટ્રો બની જંગનું મેદાન ! મહિલાઓ ચપ્પલ અને બોટલ લઈ એકબીજાને મારવા દોડી, VIDEO VIRAL

વાયરલ થઈ રહેલો આ વીડિયો દિલ્હી મેટ્રોની મહિલા કોચનો જણાવવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ યુવતીઓ એકબીજા સાથે શું લડી રહી છે. બંનેને ઝઘડતા જોઈને કોચમાં બેઠેલા અન્ય મુસાફરોએ તેમનો વીડિયો રેકોર્ડ કર્યો

દિલ્હી મેટ્રો બની જંગનું મેદાન ! મહિલાઓ ચપ્પલ અને બોટલ લઈ એકબીજાને મારવા દોડી, VIDEO VIRAL
Delhi Metro girls fight video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:22 AM
Share

રોજ બરોજ દિલ્હી મેટ્રોનો કોઈને કોઈ વીડિયો વાયરલ થતો હોય છે. છેલ્લા ઘણા દિવસોમાં આવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં અશ્લીલતા જોવા મળી હતી. જે બાદ ફરી એકવાર દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલાઓ એકબીજા સાથે લડતી જોવા મળે છે.

આ મહિલાઓના હાથમાં ચપ્પલ અને બોટલ છે અને બંને એકબીજાને મારવા માટે લલકારી રહી છે. આ યુવતીઓ તમામ હદ વટાવીને ગાળા ગાળી પર ઉતરી જાય છે. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહિલાઓ હાથમાં ચપ્પલ અને બોટલ લઈને લડવા દોડી

વાયરલ થઈ રહેલો આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે જેમાં મહિલા કોચમાં ઝઘડાનો નિર્ણય બન્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ યુવતીઓ એકબીજા સાથે શા માટે લડી રહી હતી. બંનેને ઝઘડતા જોઈને કોચમાં બેઠેલા અન્ય મુસાફરોએ તેમનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

વીડિયોમાં એક છોકરી હાથમાં ચપ્પલ લઈને મારવા દોડી છે જ્યારે બીજી હાથમાં બોટલ લઈને તેની સામે પ્રતિકાર કરવા ઉભેલી જોવા મળી રહી છે. બંને એકબીજાને અપશબ્દો બોલતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે. તેમના નજીકના લોકો પણ તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આ મહિલાઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી.

વીડિયો જોયા બાદ લોકોની પ્રતિક્રિયા

આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર લોકોની કોમેન્ટ્સ આવી રહી છે. ઘણા લોકોએ કહ્યું કે યુવતીઓની આ લડાઈ જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું. તે જ સમયે, આ વીડિયો જોયા પછી ઘણા લોકો મજા માણતા જોવા મળ્યા હતા. કેટલાક યુઝર્સે કહ્યું કે લડાઈ બહુ મજબૂત નથી લાગતી. અત્યાર સુધીમાં મારા મારી થઈ જવી જોઈતી હતી.

વીડિયો વાયરલ

દિલ્હી મેટ્રોને લગતા વીડિયો સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એક છોકરી બિકીની પહેરીને મેટ્રોમાં સવાર થઈ રહી હતી, ત્યારે કોઈએ તેનો વીડિયો વાયરલ કર્યો હતો. આ સિવાય મેટ્રોમાં અશ્લીલ વીડિયો પણ વાયરલ થયો છે. જેના પર લોકો તરફથી સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. લેટેસ્ટ વીડિયો પર પણ લોકોએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે દિલ્હી મેટ્રો હવે યુદ્ધનું મેદાન બની ગઈ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">