વ્યક્તિએ એવી જગ્યાએ કર્યો બાઇક સ્ટંટ, લોકોની નીકળી ગઈ ચીસ, 2 વીડિયોમાં જૂઓ સમગ્ર મામલો શું છે?

|

Oct 04, 2022 | 11:54 AM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક બાઇક સ્ટંટનો (Bike Stunt) વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ બૂમો પાડી રહ્યા છે. મોટાભાગના લોકોએ તેને 'ગાંડપણ' કહ્યું છે. તો તમે પણ જુઓ શું છે આ સ્ટંટમાં.

વ્યક્તિએ એવી જગ્યાએ કર્યો બાઇક સ્ટંટ, લોકોની નીકળી ગઈ ચીસ, 2 વીડિયોમાં જૂઓ સમગ્ર મામલો શું છે?
stunt viral video

Follow us on

તમે સ્ટંટના ઘણા વીડિયો (Stunt Video) જોયા હશે, પરંતુ હવે સોશિયલ મીડિયા (Social media) પર જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને ઘણા લોકોના રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો છે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં, એક બાઇકર કંઈક સ્ટંટ કરતો જોવા મળે છે, જેને જોઈને લોકોએ તેને ગાંડો કહી રહ્યા છે. વીડિયોમાં, બાઇકર રેમ્પ પર હાઇ સ્પીડમાં તેની મોટરસાઇકલ ચલાવતી વખતે એક ટેકરી પરથી કૂદકો મારતો જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો રેડ બુલના કેટલાક સ્ટંટનો એક ભાગ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટૂંકી ક્લિપમાં તમે જોઈ શકો છો કે સપાટ ટેકરીના છેડે એક વિશાળ રેમ્પ બનાવવામાં આવ્યો છે. જેના પર પુરપાટ ઝડપે મોટરસાઇકલ ચલાવતા એક બાઇકસવારે ટેકરી પરથી કૂદી પડયો હતો. કારણ કે, જ્યાંથી બાઈકર કૂદકો મારશે, તમે નીચેનો નજારો જોઈને દંગ રહી જશો. તો ચાલો જોઈએ આ અદ્ભુત સ્ટંટનો વીડિયો.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

વીડિયોમાં જુઓ, બાઈકચાલકે પહાડી પરથી માર્યો કૂદકો

બીજા એંગલથી જૂઓ વીડિયો

આ અદ્ભુત સ્ટંટ વીડિયોને ટ્વિટર પર @impressivevideo હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘આ ગાંડપણ છે.’ થોડીક સેકન્ડની આ ક્લિપ ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે. 2 ઓક્ટોબરના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 12 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય નેટીઝન્સ પણ તેને જોરદાર રીતે શેર કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે.

લોકોની પ્રતિક્રિયા

Next Article