AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ફિલ્મ પુષ્પાના ગીત પર હાર્દિક પંડ્યા અને તેની નાનીએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાર્દિક પંડ્યા અને તેમના નાની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ના ગીત 'તેરી ઝલક અશરફી શ્રીવલ્લી...'ના ડાન્સ સ્ટેપ્સની નકલ કરી રહ્યા છે. આ વીડિયોને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Video : ફિલ્મ પુષ્પાના ગીત પર હાર્દિક પંડ્યા અને તેની નાનીએ કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વીડિયો
Cricketer Hardik Pandya and his Grandmother perform pushpa famous step
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 9:44 PM
Share

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ (Pushpa : The Rise) 17 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ચાહકોને આ ફિલ્મ જેટલી પસંદ આવી છે તેટલા જ તેના ગીતો પણ પસંદ આવી રહ્યા છે. તેના ડાયલોગ્સ અને ડાન્સ સ્ટેપ્સ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં હાર્દિક પંડ્યા અને તેના નાનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફિલ્મ પુષ્પાના સોન્ગ ‘તેરી ઝલક અશરફી શ્રીવલ્લી…’ના ડાન્સ સ્ટેપ્સ કોપી કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ અલ્લુ અર્જુનનું શ્રીવલ્લી હૂક સ્ટેપ ટ્રાય કર્યુ છે અને આ વીડિયોમાં તેની પાર્ટનર પણ છે. ક્રિકેટરે તેની નાની સાથે શ્રીવલ્લી હૂક સ્ટેપ કર્યું છે. વીડિયો ખરેખર ક્યૂટ છે.

હાર્દિક પંડ્યા અને તેના દાદી અલ્લુ અર્જુનની શ્રીવલ્લી પર સુંદર ડાન્સ કરતા જોઈ શકાય છે. બંનેએ દરેક સ્ટેપ્સને ખૂબ સારી રીતે સંકલન કર્યું છે. વીડિયો શેર કરતાં હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું- આપણી પોતાની પુષ્પા નાની. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે hardikpandya93 નામના પેજ પર આ વીડિયો જોઈ શકો છો. લોકો આ વીડિયોને એટલો પસંદ કરી રહ્યા છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે, સાથે જ તેમની લાઈક્સ અને કમેન્ટ્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવે છે.

નેટીઝન્સે આ વીડિયો પર ઘણાં ઈમોટિકોન્સ શેર કર્યા છે. એક યુઝરે લખ્યું- ખૂબ જ સુંદર… તમને ખૂબ પ્રેમ. અન્ય એક યુઝરે લખ્યું- અદ્ભુત ડાન્સ, તમે બંને ખૂબ જ ક્યૂટ છો. ત્રીજા યુઝરે લખ્યું- આ સૌથી સુંદર વીડિયો છે, હાર્દિક. બીજાએ લખ્યું – તમારી દાદી ખરેખર સુંદર છે.

આ પણ વાંચો –

Republic Day 2022: અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની, જોવા મળ્યો ભારતનો જોશ અને જુસ્સો, જુઓ VIDEO

આ પણ વાંચો –

Video : નર્સે પોતાના ડાન્સથી લકવાગ્રસ્ત દર્દીના જીવનમાં ભર્યો જુસ્સો, ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">