Viral: ગાય ગળી ગઈ સોનાની ચેઈન, 35 દિવસ સુધી છાણ પર નજર રાખી, ન મળી તો કર્યું આ કામ !

|

Dec 14, 2021 | 1:20 PM

કર્ણાટકના સિરસી તાલુકાના હિપનાહલ્લીમાં એક વ્યક્તિની ગાયે 20 ગ્રામ સોનાની ચેઈન ગળી ગઈ. શરૂઆતમાં, માણસે લગભગ એક મહિના સુધી ગાયના છાણ પર નજર રાખી.

Viral: ગાય ગળી ગઈ સોનાની ચેઈન, 35 દિવસ સુધી છાણ પર નજર રાખી, ન મળી તો કર્યું આ કામ !
Cow (File Photo)

Follow us on

કર્ણાટક (Karnataka)ના સિરસી તાલુકાના હિપનાહલ્લીમાં એક વ્યક્તિની ગાયે 20 ગ્રામ સોનાની ચેઈન ગળી ગઈ (Cow swallowed gold chain). શરૂઆતમાં, માણસે લગભગ એક મહિના સુધી ગાય (Cow)ના છાણ પર નજર રાખી. પરંતુ જ્યારે કામ ન થયું, ત્યારે તે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે મેટલ ડિટેક્ટર દ્વારા ચેન શોધી કાઢી અને સર્જરી કરીને ગાયના પેટમાંથી બહાર કાઢ્યો હતો.

અહેવાલો અનુસાર, શ્રીકાંત હેગડે પાસે 4 વર્ષની ગાય અને તેનું વાછરડું છે. દિવાળી પછી તેણે ગાયની પૂજા કરી હતી. જેમાં તેમણે ગાય અને વાછરડાને સ્નાન કરાવ્યું અને તેમને ફૂલો અને હારથી શણગાર્યા હતા. આપને જણાવી દઈએ કે, કેટલાક લોકો ગાયને ‘લક્ષ્મી’નું સ્વરૂપ પણ માને છે. ત્યારે તેઓ પોતાની ગાયને કિંમતી આભૂષણોથી પણ શણગારે છે. જો કે, પૂજા પછી ઘરેણાં પાછા લઈ લેવામાં આવે છે.

પરિવારે કરેલી ભૂલ

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

શ્રીકાંત હેગડેના પરિવારે વાછરડાને 20 ગ્રામની સોનાની ચેઈન (Gold Chain) પહેરાવી હતી. પરંતુ ચેન નીકાળ્યા બાદ તેણે તેને ફૂલ અને અન્ય વસ્તુઓ સાથે ગાયની સામે મૂકી દીધી. બાદમાં સોનાની ચેઈન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે ચેન માટે ઘણું શોધ્યુ પરંતુ ચેન ન મળી. બાદમાં પરિવારજનોએ અનુમાન લગાવ્યું હતું કે ગાયે ત્યાં રાખેલા ફૂલોની સાથે ચેન પણ ગળી છે.

30 થી 35 દિવસ સુધી ગાયના છાણની તપાસ કરી

આ પછી પરિવારના સભ્યોએ લગભગ 30 થી 35 દિવસ સુધી ગાયના છાણની તપાસ કરી કે તેઓને ચેન મળી જાય, પરંતુ અફસોસ, તેમને કશું મળ્યું નહીં. છેવટે તેઓએ મદદ માટે પશુવૈદ પાસે ગયા, જેમણે મેટલ ડિટેક્ટરની મદદથી ગાયની તપાસ કરી અને તેના પેટમાં ધાતુ હોવાનું જાણ્યું ત્યાર પછી ગાયના પેટનું સ્કેનિંગ કરીને જાણવા મળ્યું કે પેટમાં ચેઈન ફસાઈ ગઈ છે.

આટલા ગ્રામની થઈ ગઈ ચેન

પરિવારની વિનંતી પર સર્જરી કરીને સોનાની ચેન કાઢી નાખવામાં આવી હતી. જોકે, ચેનનું વજન 20 થી 18 ગ્રામ ઘટી ગયું હતું. કારણ કે તેનો એક નાનો ભાગ ગાયબ હતો. પરિવાર તેમનો કિંમતી ચેન મેળવીને ખુશ છે. પરંતુ તેને અફસોસ છે કે ગાયને આ બધામાંથી પસાર થવું પડ્યું.

 

આ પણ વાંચો: Viral: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ડ્રામેબાઝ સાંપ, લોકોએ કમેન્ટ કરી ‘સાચે જ નાટકબાઝ છે’

આ પણ વાંચો: Omicron Test Kit: 90 મિનિટમાં ઓમિક્રોન વિશે મળશે જાણકારી, IIT દિલ્હીએ કિટ બનાવ્યાનો કર્યો દાવો

Next Article