Viral Video : આ ડોગ પાસે તો માણસ કરતા પણ સારી સુવિધા ! ડોગના આલીશાન ઘરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

|

Dec 09, 2021 | 5:51 PM

આ દિવસોમાં ડોગનુ આલીશાન ઘર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ કપલે તેના ડોગી માટે બે માળનુ ઘર બનાવ્યુ, એટલુ જ નહિ આ ઘરમાં ટીવી સહિતની તમામ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

Viral Video : આ ડોગ પાસે તો માણસ કરતા પણ સારી સુવિધા ! ડોગના આલીશાન ઘરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
Dog House

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓ (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.સામાન્ય રીતે આજકાલ લોકો પોતાના ડોગીને તેના બાળકની જેમ સાચવતા જોવા મળે છે.પરંતુ શું તમે ક્યારેય કોઈ ડોગનુ આલીશાન ઘર જોયુ છે, જેમાં ટીવી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ હોય….? કદાચ નહિ. પરંતુ આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ડોગનુ આલીશાન ધર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

સામાન્ય રીતે લોકો કુતરા અને બિલાડી પાળવાનુ વધારે પસંદ કરે છે.એની ખરીદી માટે તેઓ લાખો રૂપિયા ખર્ચ કરતા પણ જોવા મળે છે.પરંતુ આ દિવસોમાં ડોગનુ આલીશાન ધર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.આ કપલે તેના ડોગી માટે બે માળનુ ઘર બનાવ્યુ અને એટલુ જ નહિ આ ઘરમાં ટીવી સહિતની તમામ વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર (Social Media) વાયરલ થતા યુઝર્સ ચોંકી ગયા છે.

જુઓ વીડિયો

ડોગ હાઉસના બદલે બે માળનુ ઘર !

Chipheregirl નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ડોગની માલિક આ ઘરની વિશેષતા બતાવતી જોવા મળે છે.તેણે જણાવ્યું કે તેના પતિએ ઘરના પાલતુ કૂતરા માટે કોઈ ડોગ હાઉસ નહિ,પરંતુ બે માળનુ ઘર બનાવ્યુ છે.આ અનોખા ડોગ હાઉસમાં(Dog House) જરૂરી તમામ સુવિધાઓ છે. જેમાં એક પર્સનલ ટીવી, બેડ વગેરે…જેવી સુવિધા છે.તમને જણાવી દઈએ કે, આ ઘરને સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી ડોગને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળી રહે. ઘરમાં કૂતરાના રૂમની ઉપરથી નીચે સુધી એક સ્લાઈડ પણ લગાવવામાં આવી છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 50 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, પૈસા આ રીતે વ્યર્થ ન કરવા જોઈએ..જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ ડોગ તો માણસથી પણ આગળ નીકળી ગયો. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral : એરપોર્ટ રેમ્પ પર પોતાની રીતે જ દોડતી જોવા મળી લગેજ બેગ ! વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” યે તો જાદુ હૈ”

આ પણ વાંચો : Video : મમ્મી બચાવો….. પેરાગ્લાઈડિંગ દરમિયાન દીદીની હવા થઈ ટાઈટ, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” કોઈ રોક લો”

Next Article