Video : આ ટેણિયાએ તો ભારે કરી ! માટી ખોદવા બનાવ્યુ અનોખુ JCB, બાળકનું ટેલેન્ટ જોઈને લોકોના હોંશ ઉડી ગયા

|

Oct 31, 2021 | 6:01 PM

તાજેતરમાં એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકે જે રીતે જુગાડથી જેસીબી બનાવ્યુ છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : આ ટેણિયાએ તો ભારે કરી ! માટી ખોદવા બનાવ્યુ અનોખુ JCB, બાળકનું ટેલેન્ટ જોઈને લોકોના હોંશ ઉડી ગયા
Funny Video goes viral

Follow us on

Funny Video: ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે પણ જેસીબી દ્વારા ખોદકામનું કામ કરવામાં આવે છે, ત્યારે તેને જોવા માટે લોકોની ભીડ જામે છે. સોશિયલ મીડિયા પર પણ JCB સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતાં રહે છે. હાલના દિવસોમાં જેસીબીનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ હસવુ આવશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

બાળકે માટી ઉપાડવા બનાવ્યુ અદ્ભૂત JCB 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બાળક જુગાડ ટેકનિકથી બનેલા JCB દ્વારા માટી ઉપાડતો જોવા મળી રહ્યો છે. જુગાડથી બનેલા આ જેસીબીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો (Video) જોઈને બધાને નવાઈ લાગે છે કે આખરે એક બાળકે લાકડાની મદદથી આટલું અદભુત JCB કેવી રીતે બનાવ્યું.

 

વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે બાળકે કેટલું અદભુત JCB બનાવ્યું છે. આ બાળક દેશી જુગાડની મદદથી એવુ જેસીબી તૈયાર કર્યુ છે કે જોઈને લોકો વિચારમાં પડી જાય. બાળકની પ્રતિભા જોઈને લોકોને ઘણુ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

જુઓ વીડિયો

 

યુઝર્સ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે

જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. વીડિયો પર કોમેન્ટ (Funny Comments) કરતાં એક યુઝરે લખ્યું, ‘સુપર કૂલ ઈનોવેશન યે તો…! જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ બાળકે અદ્ભુત પ્રયાસ કર્યો છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે આ વીડિયો @mayankshivu નામના યુઝર દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘તમારે આ જેસીબી વિશે શું કહેવું છે.’આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

 

 

આ પણ વાંચો: Video : બાઈક કે ટ્રક ! આ વ્યક્તિએ દેશી જુગાડથી બાઈકને ફેરવી નાખી ટ્રકમાં, આ જુગાડ જોઈને તમે મોઢામાં આંગળા નાખી જશો

 

આ પણ વાંચો: Viral : આ પક્ષીએ નોન સ્ટોપ 13,000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને બનાવ્યો રેકોર્ડ, આ પરાક્રમની કહાની સાંભળીને તમને પણ આશ્વર્ય થશે !

 

 

Published On - 6:00 pm, Sun, 31 October 21

Next Article