Viral: ઈન્ટરનેટ પર યમુનાના મીમ્સનો વરસાદ, ઝેરી ફીણ જોઈ યુઝર્સે કહ્યુ “દિલ્હીમાં સ્વિટ્ઝર્લેન્ડની મજા”

|

Nov 08, 2021 | 10:06 PM

દિવાળી પછી દિલ્હીની હવા ઝેરી બની ગઈ અને હવે છઠ તહેવારની શરૂઆત સાથે જ યમુના નદીના ઝેરીલા ફીણ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. યૂઝર્સ કટાક્ષ કરતા કહે છે કે દિલ્હીમાં એન્ટાર્કટિકાની ફ્રીમાં મજા માણો.

Viral: ઈન્ટરનેટ પર યમુનાના મીમ્સનો વરસાદ, ઝેરી ફીણ જોઈ યુઝર્સે કહ્યુ દિલ્હીમાં સ્વિટ્ઝર્લેન્ડની મજા
Yamuna River Photos viral

Follow us on

Viral Photos: બિહાર સહિત સમગ્ર દેશમાં સોમવારથી છઠ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ દિલ્હીમાં આવેલી યમુના નદીની તસવીરો ખરેખર હ્રદયને હચમચાવી દે તેવી છે. તસવીરોમાં તમે નદીમાં ચારે તરફ ઝેરી ફીણ જોઈ શકો છો. આ ઝેરી ફીણ વચ્ચે છઠ વ્રતની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકોએ મીમ્સ શેર કરીને દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું છે. યૂઝર્સ (Users) કટાક્ષ કરતા કહે છે કે દિલ્હીમાં એન્ટાર્કટિકાની ફ્રીમાં મજા માણો.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે છઠ પૂજાના પર્વ પર યમુનાની આવી તસવીરો સામે આવી હોય. દિલ્હી સરકારે યમુનાના પાણીમાં પ્રદૂષકોની માત્રા વધવાને લઈને ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ આજ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. યમુનાની જે તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે તે દિલ્હીના(Delhi)  કાલિંદી કુંજ નજીકના વિસ્તારની છે. ટ્વિટર પર લોકો આ અંગે ઘણા પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.

 

 

નિષ્ણાંતોના મતે યમુના નદીમાં (Yamuna River) બનતા ઝેરીલા સફેદ ફીણને કારણે રોગો ફેલાવાનો ખતરો વધી શકે છે. ત્યારે હાલ છઠ્ઠ પર્વને લઈને યમુના નદી પર મોટી સંખ્યામાં ઉમટેલી ભીડે ચિંતા વધારી છે.

 

આ પણ વાંચો: Video : મરધી એ તો ભારે કરી ! આ મરઘીએ તેના માલિકની એવી ફિરકી લીધી કે જોયા જેવી થઈ…..

 

આ પણ વાંચો: Video : સેલ્ફી લઈ રહેલા ચાહક પર ભડક્યા સલમાન ખાન, દબંગગીરીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

Next Article