Instagram Reel: જીવ તો આખરે જીવ જ હોય છે, બિલાડીના સટીક જંપથી તમને પણ આવી જશે અંદાજો, જુઓ અદ્ભૂત Video

|

Feb 03, 2023 | 7:30 PM

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈનો છે. જેમાં એક બિલાડી મેટ્રો બ્રિજના પિલ્લર પર ફસાઈ ગઈ છે અને તે પોતાની સમજદારીથી નીચે ઉતરે છે. આ વીડિયો જોઈને તમે પણ હેરાન થઈ જશો.

Instagram Reel: જીવ તો આખરે જીવ જ હોય છે, બિલાડીના સટીક જંપથી તમને પણ આવી જશે અંદાજો, જુઓ અદ્ભૂત Video
Cat Viral Video

Follow us on

Cat Viral Video : બિલાડીઓ જેટલી સુંદર દેખાય છે એટલી જ નટખટ અને તોફાની પણ હોય છે. તેમની હરકતો જોઈને મનમાંથી તમામ ટેન્શન દૂર થઈ જાય છે અને તેમના ફેસ પર સ્માઈલ આવી જાય છે. આ જ કારણ છે કે જ્યારે બિલાડીનો વીડિયો ઈન્ટરનેટ પર આવે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે. જે જોઈને તમે પણ હેરાન થઈ જશો.

જે લોકો બિલાડીઓ પાળે છે તે લોકો સારી રીતે સમજે છે કે આ પ્રાણીઓ ઘરમાં કેટલું તોફાન કરે છે, પરંતુ ઘણી વખત તેઓ આવું કંઈક કરે છે. તે જોયા પછી, તે ખૂબ જ વિચિત્ર લાગે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અહીં જુઓ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડીની મેટ્રો બ્રિજના પિલ્લર પર ફસાઈ ગયેલી જોવા મળે છે. મુંબઈમાં મેટ્રોના પિલ્લર પર ફસાયેલી એક બિલાડીને ફાયરમેને બચાવી લીધી છે. ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં બિલાડીને પિલ્લર પરથી નીચે ઉતરવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે.

રસ્તા પર કેટલાક ફાયરમેન સલામતી જાળી અને કાપડ પકડીને ઊભા રહેલા જોઈ શકાય છે જેથી બિલાડી સુરક્ષિત રીતે તેના પર કૂદી શકે. બિલાડી આખરે છલાંગ લગાવે છે અને બચી જાય છે. પરંતુ બિલાડી ત્યાં કેવી રીતે પહોંચી તે કોઈને હજી પણ ખબર નથી.

આ પણ વાંચો : Viral Video : વિદેશી બિલાડીનો દેશી સ્વેગ, હિન્દીમાં સમજે છે માલકિનની બધી વાત

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ આ વીડિયો પર ફની કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયો મુંબઈના મલાડનો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રાણીઓના વીડિયો વાયરલ થતાં રહે છે. બિલાડીનો આ વીડિયો જોઈને કહી શકાય છે કે દરેકને પોતાનો જીવ વહાલો હોય છે.

Next Article