આ વ્યક્તિને ઉતાવળ ભારે પડી ! રસ્તા પર કાર ઓવરટેક કરવાના ચક્કરમાં થયુ કંઈક આવુ, જુઓ VIDEO

|

Jan 31, 2022 | 5:45 PM

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વીડિયો શેર કર્યો છે અને લખ્યુ છે કે, 'રસ્તા પરની એક નાની ભૂલ અકસ્માતને નોતરે છે. તેથી હંમેશા સલામતીના નિયમોનું પાલન કરો.

આ વ્યક્તિને ઉતાવળ ભારે પડી ! રસ્તા પર કાર ઓવરટેક કરવાના ચક્કરમાં થયુ કંઈક આવુ, જુઓ VIDEO
Car Accident video goes viral

Follow us on

Viral Video : જો તમે રસ્તા પર ચાલતા હોવ તો ચારેય બાજુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત જો તમે વાહન ચલાવી રહ્યા હોવ તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે થોડી બેદરકારી પણ તમને ભારે પડી શકે છે. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર અક્સ્માત (Accident) વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક લોકોને ઉતાવળના ચક્કરમાં પસ્તાવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે વાહન ચલાવી રહ્યો છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ટ્રાફિક નિયમોને નેવે મુકતા સર્જાયો અકસ્માત

આ વીડિયોમાં એક કાર ચાલકને ઓવરટેક કરવા માટે તે પોતાને જ નહિ, પરંતુ તેની બાજુમાં ચાલી રહેલા ટ્રકને પણ નુકસાન પહોંચાડે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કાર ચાલક ઓવરટેક કરવાની હરીફાઈ કરી રહ્યો છે, પરંતુ જેવો તે પસાર થવાનો પ્રયાસ કરે છે, તેની કાર પાછળથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ જાય છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આવી સ્થિતિમાં તેની કારને તો નુકસાન થાય છે, સાથે જ ટ્રકની ઉપરથી ભરેલ સામાન પણ ત્યાં રોડ પર નીચે પડી જાય છે. જેને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

હાલ આ વીડિયો ક્યાંનો છે, તે જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમા લખ્યુ છે કે, ‘રસ્તા પર એક નાની ભૂલ અકસ્માતોની સિરીઝને ટ્રિગર કરી શકે છે. તેથી હંમેશા સલામતીના નિયમોનું પાલન કરો.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

માત્ર 5 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO : વ્યક્તિની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “હેવી ડ્રાઈવર”

Next Article