શું સાપને પણ આવે છે હાર્ટ એટેક ? મોતના વીડિયો પર ઉઠી રહ્યા છે સવાલ
એક સાપ પ્રેમીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર સાપનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે 'કોબ્રા સાપનું હાર્ટ એટેકથી મોત થયું છે.' પરંતુ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સાપને પણ હાર્ટ એટેક આવે ?

બદલાતી જીવનશૈલી, તણાવ અને ખરાબ ખાનપાનને કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. લોકો દરરોજ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હવે તો પ્રાણીઓ પણ આમાંથી બાકાત નથી . સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાપ એક ક્ષણમાં મરી જાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સાપને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે શું સાપને હાર્ટ એટેક આવી શકે છે.
ઇન્સ્ટા પર લાઇરલ થઇ રહ્ય છે આ વીડિયો
હાવેરી શહેર કર્ણાટકમાં છે. અહીંના એક પ્રાણી પ્રેમીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ સાપનો વીડિયો પબ્લીસ કર્યો છે. વીડિયો સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે કોબ્રા સાપનું મોત હાર્ટ એટેકથી થયું છે. વાયરલ વીડિયોમાં એક કોબ્રા જમીન પર પડેલો અને વેદનામાં સળવળતો જોઈ શકાય છે. ત્યાં હાજર લોકો એવું કહેતા જોવા મળે છે કે જો કોઈ સાપને હાર્ટ એટેક આવે તો તેને પણ એવી જ પીડા થાય છે.
યુઝર્સે કરી રહ્યા છે ટ્રોલ
10 જુલાઈના રોજ યુવકે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને 4.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો. ઘણા લોકોએ તેને શેર પણ કર્યો છે. ઘણા યુઝર્સે સાપને હાર્ટ એટેકના દાવા પર સવાલ ઉઠાવ્યા છે અને લખ્યું છે કે આ શક્ય નથી. એક યુઝરે લખ્યું કે શક્ય છે કે સાપ કોઈ વાહન સાથે અથડાયો હોય એ પણ બને, જેને કારણે સાપને આંતરિક ઈજા થઈ હશે.
View this post on Instagram
પશુચિકિત્સકો શું કહે છે?
પશુચિકિત્સક ડો.મનોજ કહે છે કે સાપ સરીસૃપ શ્રેણીના જીવો છે. તેમની પાસે પણ હૃદય હોય છે. તેઓ હૃદય રોગથી પણ પીડાઈ શકે છે. આ કેસ હાર્ટએટેકનો પણ હોઈ શકે છે. અમુક સંજોગોમાં હૃદય પૂરતું લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે અને જીવ મૃત્યુ પામે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો જીવને પહેલેથી જ કોઈ રોગ છે, તો તે પણ શક્ય છે કે જીવતંત્રનું હૃદય યોગ્ય રીતે વિકસિત ન થયું હોય.