રિવર્સ કરતા સમયે વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી, રૂવાડા ઉભા કરી દેતો અકસ્માતનો Video Viral

|

Sep 27, 2022 | 1:22 PM

ડ્રાઈવરે રિવર્સ ગિયર લગાવીને બસને પાછળ કરવાનો પ્રયાસ કરતા જ બસ બેકાબૂ થઈને પલટી ગઈ. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લાની છે. અકસ્માત સમયે બસમાં 18 જેટલા બાળકો સવાર હતા.

રિવર્સ કરતા સમયે વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી, રૂવાડા ઉભા કરી દેતો અકસ્માતનો Video Viral
Bus Accident Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ રિવર્સ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. વાયરલ ક્લિપ (Bus Accident Video)માં જોઈ શકાય છે કે ડ્રાઈવરે રિવર્સ ગિયર લગાવીને બસને પાછળ કરવાનો પ્રયાસ કરતા જ બસ બેકાબૂ થઈને પલટી ગઈ. જે બાદ બુમાબુમ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લાની છે. અકસ્માત સમયે બસમાં 18 જેટલા બાળકો સવાર હતા.

થાણેના અંબરનાથ વિસ્તારમાં બાળકોથી ભરેલી બસ સ્કૂલે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ડ્રાઈવરે બસને રિવર્સ કરવાનો પ્રયાસ કરતાં બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. સદભાગ્યે કોઈ પણ બાળકને વધારે ઈજા થઈ નથી. દરેકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે બસ પલટી જતા જ ત્યાં હાજર લોકો દોડીને બાળકોને કાઢવાનું શરૂ કરી દે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ડ્રાઈવર બસને રિવર્સ કરી રહ્યો હતો, ત્યારે બસ ઢાળ પર બેકાબૂ થઈને પલટી ગઈ. અકસ્માત બાદ અંદર બેઠેલા બાળકો ભયથી ચીસો પાડવા લાગ્યા હતા. સારી વાત એ હતી કે આસપાસ કેટલાક લોકો હાજર હતા, જેમણે તરત જ બાળકોને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. અકસ્માતનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ પણ ચોંકી ગયા છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ન હતી. ત્યારે બસમાં 18 જેટલા બાળકો સવાર હતા.

લોકોની પ્રતિક્રિયા

Next Article