Viral Video : બુલેટના તેજ અવાજથી ભડકી ભેંસ, જોરદાર ટક્કર લાગતા યુવક ફંગોળાઈને પડ્યો નીચે

|

Sep 19, 2022 | 12:49 PM

ટ્રાફિકના નિયમોની અવગણના કરનારાઓ માટે આ ઘટના બોધપાઠ સમાન છે. બાઈકના સાયલેન્સરના તેજ અવાજને લઈને પોલીસ પણ કડક કાર્યવાહી કરે છે, છતાં લોકો આ પ્રકારે સાયલેન્સર યુઝ કરે છે.

Viral Video : બુલેટના તેજ અવાજથી ભડકી ભેંસ, જોરદાર ટક્કર લાગતા યુવક ફંગોળાઈને પડ્યો નીચે
Buffalo Viral Video
Image Credit source: Twitter

Follow us on

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બુલેટના જોરદાર અવાજથી ભેંસ (Buffalo Viral Video) ભડકી અને એક બાઇક સવારને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ યુવક ફંગોળાઈને દૂર પડ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જોકે આ ઘટના ક્યાં બની તે હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ટ્રાફિકના નિયમોની અવગણના કરનારાઓ માટે આ ઘટના બોધપાઠ સમાન છે. બાઈકના સાયલેન્સરના તેજ અવાજને લઈને પોલીસ પણ કડક કાર્યવાહી કરે છે, છતાં લોકો આ પ્રકારે સાયલેન્સર યુઝ કરે છે.

વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ભેંસ લઈને જઈ રહી છે. એટલામાં એક બુલટ સવાર ભેંસ તરફ આગળ વધી રહ્યો હોય છે. તે જેવો જ ભેંસની નજીક પહોંચે છે ત્યારે બુલેટના તેજ અવાજના કારણે ભેંસ ભડકે છે અને બુલેટ સવારને જોરથી ટક્કર મારે છે જેથી બુલેટ સવાર ફંગોળાયને નીચે પડી જાય છે અને બુલેટ આગળ ચાલ્યું જાય છે અને એક દિવાલ સાથે અથડાયને પડી જાય છે. ત્યારે આસપાસથી લોકો આવી ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે વિશે હાલ કોઈ માહિતી નથી પરંતુ જે રીતે બુલેટની સ્પીડ અને ભેંસ સાથે ટક્કર થઈ છે તે જોતા એમ કહી શકાય કે યુવકને જોરદાર ઈજા થઈ હશે. ત્યારે આ પ્રકારે તેજ અવાજના સાયલેન્સર ન માત્ર પર્યાવરણ કે લોકોને જ નુકસાન કરે છે પરંતુ તે ક્યારે બાઈક સવાર માટે પણ અકસ્માત નોતરી શકે છે જેમ આપણે આ વીડિયોમાં જોઈ જોયું. વીડિયોમાં બુલેટ ચલાવનાર શખ્સ ન તો હેલમેટ પહેરે છે ન તો તે સલામતીથી બાઈક ચલાવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર Shubham Rai નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં ઘણા લોકોએ લાઈક અને શેર કર્યો છે. ઘણા યુઝર્સ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે.

Published On - 12:47 pm, Mon, 19 September 22

Next Article