Budget 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દેશને નામ સંબોધન, વાંચો ભાષણનાં 10 અગત્યનાં મુદ્દા

|

Jan 29, 2021 | 12:31 PM

Budget 2021: બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવીદે સંબોધન કર્યું હતું. કોરોનના કારણે આ બજેટ ખુબ મહત્વનું છે. દરેક વર્ગ અને ક્ષેત્રને બીજેથી ઘણી અપેક્ષાઓ છે.

Budget 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દેશને નામ સંબોધન, વાંચો ભાષણનાં 10 અગત્યનાં મુદ્દા
President Ram Nath Kovind

Follow us on

Budget 2021: બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવીદે(President Ram Nath Kovind) સંબોધન કર્યું હતું. કોરોનના કારણે આ બજેટ ખુબ મહત્વનું છે. દરેક વર્ગ અને ક્ષેત્રને બીજેથી ઘણી અપેક્ષાઓ છે. બજેટ અભિભાષણમાં તેમણે  કહ્યું- ત્રણ મહત્વપૂર્ણ કૃષિ સુધારા બિલ ગત વર્ષે પાસ થયા છે.  ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ છે. કાયદા અને નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ બજેટમાં આ ૧૦ મુદ્દાઓ ઉપર ભાર મુક્યો હતો.

ગતે તેટલો મોટો પડકર આવશે તો પણ ભારત અટકશે નહીં
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો હોય તો પણ આપણે અટકીશું નહિ કે નહી ભારત રોકાશે. એકતા અને બાપુની પ્રેરણાએ આપણને સેંકડો વર્ષોની ગુલામીમાંથી મુક્તિ આપી હતી. ભારતની મહાનતા એ પરમ સત્ય છે. એક મેળવો. ભારતીયોની એકતાએ આપણને ઘણી સમસ્યાઓમાંથી બહાર કાઢ્યા છે.

મારી સરકારે MSP 1.5 ગણી વધારી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણની જ નહીં, પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની તક પણ છે. તેનાથી ભારતીય કૃષિ મજબૂત બનશે. સ્વામિનાથન કમિશનની ભલામણો લાગુ કરીને MSPમાં દોઢ ગણો વધારો કરવામાં આવ્યો છે. મારી સરકાર એમએસપી પર રેકોર્ડ ખરીદારી કરી રહી છે, સેન્ટરોમાં પણ વધારો થયો છે. જૂના સિંચાઇ પ્રોજેક્ટની સાથે આધુનિક સિંચાઈ તકનીક પણ ખેડૂતો સુધી પહોંચી રહી છે. માઇક્રો સિંચાઇ દ્વારા ખેડુતોને જોડવામાં આવી રહ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

નાના ઉદ્યોગો ભારત માટે મહત્વનાં છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને નામ સંબોધનમાં એ પણ જણાવ્યું કે સરકારે તમામ સ્તર પર કામ કર્યું છે. સરકારની યોજનાથી લાખો વ્યવસાયકારોને લાભ થયો છે. સરકારે નાના અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે

ગણતંત્ર દિવસ પર ઘટેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ, તિરંગાનું અપમાન દુ:ખદાયક
રાષ્ટ્રપતિ કોવિંદે ખેડૂતોની રેલી દરમિયાન થયેલી હિંસા અંગે કહ્યું હતું કે ગણતંત્ર દિવસ પર હિંસા દુર્ભાગ્યપૂર્ણ અને તિરંગાનું અપમાન દુ:ખદાયક છે. અભિવ્યક્તિની આઝાદીની સાથે કાયદાનું પાલન કરવું પણ જરૂરી છે.

કોરોનાંકાળમાં આર્થિક પેકેજની જાહેરાત સાથે 80 કરોડ ગરીબોનો 8 મહિના વધુ અનાજ મળ્યું 
વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિના સુધી 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ મહિને વધારાનું અનાજ વિના મુલ્યે આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. સરકારે પ્રવાસી શ્રમિકો, કામદારો અને પોતાના ઘરેથી દૂર રહેનારાઓની પણ ચિંતા કરી છે

ભારતમાં માતા અને બાળમૃત્યુદરમાં ઘટાડો, મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ
સરકારનાં પ્રયાસોને લઈને મહિલાઓ માટે રોજગાર યોજના પુરી પાડવામાં આવી અને ફાસ્ટટ્રેક કોર્ટની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે.

ભારત વિશ્વમાં રોકોણ માટે શ્રેષ્ઠ, અર્થવ્યવસ્થામાં સુધારો દેખાઈ રહ્યો છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે ગામડાઓને ફાયબર ઓપ્ટીકલ સાથે જોડવામાં આવી રહ્યા છે. દેશમાં અર્થવ્યવસ્થાનાં સુધારો દેખાઈ રહ્યો છે. આજે ભારત વિશ્વમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્થાન બની રહ્યું છે.

કેવડીયા હવે દેશનાં અનેક રાજ્ય સાથે જોડાયું, 27 શહેરમાં મેટ્રોની કામગીરી
કોવીદે દેશને સંબોધનમાં જણાવ્યું કે દેશનાં 27 શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. સરકારે શહેરીકરણ માટે મોટું રોકાણ કર્યું છે. ગ્રામ્ય સ્તરનાં લોકોની જીંદગી સુધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેવડીયા હવે દેશનાં અનેક રાજ્ય સાથે જોડાયું છે.

ચીને આપણાને પડકાર ફેક્યો તો દેશનાં જાંબાઝ જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો
ગલવાન ઘાટીમાં અને તાજેતરમાં થયેલા ચીન અને ભારત વચ્ચેનાં સેનિકોની અથડામણ મુદ્દે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે LAC પર યથાસ્થિતને બદલવા માટેની કોશિશ કરવામાં આવી પરંતુ સૈનિકોએ તેનો મજબૂત જવાબ આપ્યો છે.

નીતિ સાફ ઈરાદા બુલંદ હોય તો બદલાવ આવી શકે છે
રાષ્ટ્રપતિ કોવિંદે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે સરકારે વિકાસ અને ઉન્નતિ માટે ઘણા પગલાં ભર્યા છે. સરકારની નીતિન સાફ ઈરાદા બુલંદ હોય તો જરૂર બદલાવ લાવી શકાય છે.

Next Article