British Navy : ટેકનોલોજીના વિકાસ સાથે દેશના અનેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. શિક્ષાથી લઈને સુરક્ષા સુધી તમામ ક્ષેત્રો નવી ટેકનોલોજીના કારણે અપડેટ થઈ રહ્યા છે. યુકેની રોયલ નેવીના સૈનિકો હવે સુપર હીરોની જેમ હવામાં ઉડતા જોવા મળશે. દરિયામાં જેટ સૂટ પહેરીને નેવીના સૈનિકો દુશ્મનો સાથે લડતા જોવા મળશે. યુકેની રોયલ નેવી એ તેની નવી ટેકનોલોજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. રિપોર્ટસ અનુસાર આ વીડિયો થોડા સમય પહેલાનો છે. જેમાં રોયલ નેવીનો સૈનિક જેટ સૂટ (Jet suit) પહેરીને એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના સૈનિક દુનિયાના ત્રીજા સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર એચએમએસ ક્વીન એલિઝાબેથની ચારેય તરફ ફરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક સૈનિક જેટ સૂટ પહેરીને ઉડતો જોવા મળી રહ્યો છે. આ જેટ સૂટની કિંમત લગભગ 3.7 કરોડ છે. બ્રિટિશ નેવી એ વર્ષ 2021માં મે મહિવામાં પહેલીવાર આ જેટ સૂટનો અભ્યાસ કર્યો હતો. ચાલો જાણીએ આ જેટ સૂટની ખાસિયત.
Talk about making an entrance @HMSQNLZ. #AFF pic.twitter.com/lUOk7GWQ2J
— Royal Navy (@RoyalNavy) September 28, 2022
બ્રિટિશ નેવી એ આ જેટ સૂટને એરોનોટિક્સ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીસ પાસે બનાવડાવી છે. આ જેટ સૂટમાં ખાસ પ્રકારની ફલાઈટ સિસ્ટમ અને 5 ગેસ ટર્બાઈન એન્જિન છે. આ એન્જિનમાં સૈનિકો પોતાના હાથ અને પીઠ સેટ કરે છે. ત્યારબાદ આ જેટ સૂટ લગભગ 1000 હોર્સપાવરની સ્પીડથી ઉડે છે. તેને પહેરીને ઉડતો સૈનિક એકદમ સુપર હીરો જેવો લાગે છે. તે સુપર હીરોની જેમ એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડીને જઈ શકે છે. આ સૂટ ફેમસ સુપર હીરો આયરન મેનના આર્મર સૂટ જેવુ લાગે છે.
બ્રિટિશ રોયલ નેવીના આ જેટ સૂટનું વજન લગભગ 140 કિલો છે. આ જેટમાં એ-1 કેરોસીટ કે પ્રીમિયમ ડીઝલનો ઉપયોગ થાય છે. તેવી મદદથી સૈનિક 12,000 ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે. તે 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે. આ જેટ સૂટની કિંમત 3.7 કરોડ છે.