Viral Video: વરરાજાએ Srivalliના ડાન્સ સ્ટેપ કરીને દુલ્હનને કરી ઈમ્પ્રેસ, જૂઓ આ સુંદર વીડિયો

|

May 01, 2022 | 2:34 PM

આ અદ્ભુત ડાન્સ વીડિયો (Amazing Dance Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર selva_051 નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 3.8 મિલિયન એટલે કે 38 લાખ વ્યૂઝ મળ્યા છે.

Viral Video: વરરાજાએ Srivalliના ડાન્સ સ્ટેપ કરીને દુલ્હનને કરી ઈમ્પ્રેસ, જૂઓ આ સુંદર વીડિયો
bride and groom dance on pushpa srivalli song

Follow us on

અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’નો (Pushpa) ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મને રિલીઝ થયાને ઘણા મહિનાઓ વીતી ગયા છે, પરંતુ તેના ડાયલોગ્સ અને ગીતો હજુ પણ લોકોને તેના દિવાના બનાવી રહ્યા છે. ખાસ કરીને શ્રીવલ્લીના (Srivalli Song) ગીતે લોકોના દિલોદિમાગ પર રાજ કર્યું છે. આ ગીત પર રીલ અને વીડિયો જોરદાર રીતે બનાવવામાં આવ્યા છે અને હજુ પણ બની રહ્યા છે. હવે તો વર-કન્યા પણ આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં વરરાજા શ્રીવલ્લી ગીત પર ડાન્સ સ્ટેપ કરીને કન્યાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને દુલ્હન પણ વરરાજાને સપોર્ટ કરતી જોવા મળે છે. આ વીડિયો ખૂબ જ અદ્ભુત છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને તેના કેટલાક મિત્રો શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરી રહ્યા છે અને દુલ્હન તેની સામે ઉભી હસી રહી છે. વર-કન્યા બંને ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે. ડાન્સ પછી વરરાજાનો મિત્ર પણ તેને ‘મૈં ઝુકેગા નહીં’ સ્ટાઈલ મારવાનું કહે છે અને વર તરત જ એ જ રંગમાં રંગાઈ જાય છે. સામાન્ય રીતે કન્યા અને વરરાજા સિવાય અન્ય લોકો લગ્નમાં નૃત્ય કરે છે અને ગાય છે. જોકે કેટલીક જગ્યાએ દુલ્હા અને દુલ્હન ડાન્સ કરતા પણ જોવા મળે છે. આ વીડિયોમાં પણ વર-કન્યાનો ડાન્સ જોવા મળી રહ્યો છે. જેને જોઈને દિલ ખુશ થઈ જાય છે. આવા વીડિયો હંમેશા જોવા મળતા નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વીડિયો જુઓ:

આ અદ્ભુત ડાન્સ વીડિયોને selva_051 નામથી સોશિયલ મીડિયા (Amazing Dance Video) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 3.8 મિલિયન એટલે કે 38 લાખ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે આ એક ખૂબ જ સારું ડાન્સ સ્ટેપ છે. જ્યારે બીજા યુઝરે વીડિયોને ક્યૂટ ગણાવ્યો છે. તેવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને કપલને ક્યૂટ ગણાવ્યું છે.

આ પણ વાંચો:  Viral Wedding Video : હલદી લગાવવાના બહાને મિત્રોએ ફાડી નાખ્યો કુર્તો, તમારા કોઇ મિત્રના લગ્ન નજીક હોય તો તેેને મોકલો આ વીડિયો

આ પણ વાંચો:  Cute Wedding Video : વરારાજાની ઉંચાઇ દુલ્હન માટે બની સમસ્યા, પછી થયુ કઇં એવુ કે લોકો બોલ્યા Cute…

Next Article