AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વના સૌથી ઊંચા રેલવે ટ્રેક પર ‘બુલેટ’ ટ્રેનની સ્પીડે દોડી વંદે ભારત, જુઓ Video

રેલવેએ ટ્વિટર પર ચેનાબ બ્રિજ પર દોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો શેર કર્યો અને લખ્યું ભારતનું ગૌરવ, વંદે ભારત એક્સપ્રેસ ચેનાબ બ્રિજ પર દોડી રહી છે, જે વિશ્વનો સૌથી ઊંચો પુલ છે.

વિશ્વના સૌથી ઊંચા રેલવે ટ્રેક પર 'બુલેટ' ટ્રેનની સ્પીડે દોડી વંદે ભારત, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 20, 2026 | 12:43 PM
Share

દુનિયાનો સૌથી ઉંચો અને ભારતનો સૌથી પડકારજનક રેલ્વે ટ્રેક, ચેનાબ બ્રિજ પર વંદે ભારત પહેલી વખત 100 કિમી/કલાકની ઝડપે દોડી છે, આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયા. ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું. આ રેલ્વે ટ્રેક 180-ડિગ્રી ચઢાણ સાથે પડકારોથી ભરેલો છે.

એફિલ ટાવરથી પણ ઉંચો છે ચિનાબ બ્રિજ

તમને જણાવી દઈએ કે, ચિનાબ બ્રિજ પર બનેલો રેલવે ટ્રૈક એફિલ ટાવરથી પણ ઉંચો છે. આ રેલવે બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિંકનો ભાગ છે. આટલો ઉંચો રેલવે ટ્રેક પર વંદે ભારતનું દોડવું કોઈ સપનું સાચું થવાથી ઓછું નથી. ચિનાબ બ્રિજ ચિનાબ નદીથી અંદાજે 359 મીટર ઉપર બનેલો છે. આ દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજમાં ટોપ પર છે. તેની કુલ લંબાઈ 1315 મીટર છે. આ બ્રિજ પેરિસના એફિલ ટાવરથી પણ ઉંચો છે.

ચિનાબ બ્રિજ પર 100ની સ્પીડથી વંદેભારત દોડે છે

દુનિયાનો સૌથી ઉંચો રેલવે ટ્રેક પર 100 કિમીની સ્પીડથી ટ્રેન દોડે છે. રેલવે મંત્રાલયે નોર્દન રેલવેના જમ્મુ ડિવીનમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-બનિહાલ વચ્ચે 111 કિમી નવા લાંબો બ્રોડ-ગેજ રેલ સેક્શન પર ટ્રેનોની મહત્તમ પરવાનગી ગતિ 100 કિમી/કલાક સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, આ સેક્શન પર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-સાંગલદાન સેક્શન માટે 85 કિમી/કલાક અને સાંગલદાન-બનિહાલ સેક્શન માટે 75 કિમી/કલાકની પરવાનગી ગતિ હતી.

નોર્દન રેલવે જણાવ્યું ભારતનું ગૌરવ

નોર્દર્ન રેલવેએ ચિનાબ બ્રિજ પર દોડતી વંદેભારત ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું, ભારતનું ગૌરવ વિશ્વનો સૌથી ઉંચો રેલ આર્ચ પુલ ચિનાબ બ્રિજ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ, તમને જણાવી દઈએ કે, ચિનાબ રેલવે ટ્રૈક પર જાન્યુઆરી 2025માં છેલ્લું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આ ટ્રૈક પર શ્રીનગર -કટરા વંદે ભારત સેવા શરુ થઈ હતી. એપ્રિલ 2026માં આને જમ્મુ તવી સુધી વધારવામાં આવી હતી.

ભૂકંપમાં પણ ચેનાબ પુલ સ્થિર રહેશે

ચેનાબ પુલ એવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો કે, ભૂકંપ પણ તેને નુકસાન પહોંચાડી શક્યો નહીં. રેલવે માટે તેનું નિર્માણ સરળ કાર્ય નહોતું. બદલાતા હવામાન, સાંકડા રસ્તાઓ, ઉંચી ટેકરીઓ અને અસ્થિર ખડકોએ તેને વધુ પડકારજનક બનાવ્યું હતુ.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">