Instagram Funny Video reel : આગની મસ્તી છોકરાને ભારે પડી, લોકોએ કહ્યું-ભાઈની ઠંડી છુટી ગઈ

|

Jan 03, 2023 | 9:57 AM

Instagram Viral Video : વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકને આગ સાથે મસ્તી કરવી ભારે થઈ ગઈ છે. તેના પછી જે થાય છે તે તમે પોતે જ વીડિયોમાં જોઈ લો.

Instagram Funny Video reel : આગની મસ્તી છોકરાને ભારે પડી, લોકોએ કહ્યું-ભાઈની ઠંડી છુટી ગઈ
fire funny video

Follow us on

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દેતી ઠંડી પડી રહી છે. ઠંડીથી છુટવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક આગ સાથે મસ્તી કરી રહ્યો છે અથવા તો તેની સાથે રમી રહ્યો છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે મજાકમાં યુવકના શર્ટમાં આગ લાગી છે. આ પછી જે થાય તે તમે જાતે જ જોઈ લો.

વાયરલ થઈ રહેલા વીડિયો વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જગ્યાએ લાકડાનો ઢગલો કરીને તાપણું કર્યું છે. એક છોકરો મજાકમાં તેને અહીંથી ત્યાં સુધી પાર કરી રહ્યો છે. પછી તેના પેન્ટમાં આગ લાગી. આ પછી, વ્યક્તિ રોકેટની જેમ અહીં-ત્યાં દોડવા લાગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ જમીન પર પોતાના હિપ્સને ઘસીને આગ ઓલવવાનો પ્રયાસ કરે છે પરંતુ જ્યારે આગ બુઝાતી નથી ત્યારે તેણે પોતાનો શર્ટ કાઢીને બાજુના તળાવમાં કૂદી પડ્યો હતો. આ વીડિયો જોઈને આ શીખવા મળે છે કે આગ સાથે બિલકુલ રમવું જોઈએ નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીંયા જુઓ આગ સાથે મસ્તી કરતો યુવક

ખૂબ જ હેરાન કરી દે તેવો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર s.k_roy701 નામના એક યુઝરે શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ભાઈ કી ઠંડ છુટ ગઈ. 24 ડિસેમ્બરે આ શેર થયેલા વીડિયોને અત્યાર સુધીમાં 2.6 લાખથી વધારે લોકોએ લાઈક કરી દીધો છે. તેમજ વધારે લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે. કમેન્ટ્સ સેક્શનમાં યુઝર્સ યુવકની મજા લેતા જોવા મળી રહ્યા છે.

એક યુજર કહી રહ્યો છે કે, ઠંડીમાં નહાવાની નિન્જા ટેક્નિક છે. તો બીજો યુઝર કહે છે કે, ખતરો કે ખેલાડી કા નેક્સ્ટ લેવલ. અન્ય એક યુઝરે લખ્યું છે કે, આગ ઔર પાની સે મજાક ઠીક નહીં રે ભાઈ. એક યુઝર્સે વળી કટાક્ષ કર્યો છે કે, અબ પુરી લાઈફ ઈસ ભાઈ કો ઠંડ નહીં લગેગી.

Next Article