શખ્સે બતાવ્યું કે 2 મિનિટમાં કેવી રીતે બનાવવું ટોની કક્કડ જેવું સોન્ગ, સિંગરે આપ્યો જોરદાર જવાબ

|

Nov 28, 2022 | 2:18 PM

આમ તો સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર 8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

શખ્સે બતાવ્યું કે 2 મિનિટમાં કેવી રીતે બનાવવું ટોની કક્કડ જેવું સોન્ગ, સિંગરે આપ્યો જોરદાર જવાબ
Amazing Viral Video
Image Credit source: Instagram

Follow us on

લોકો બે મિનિટમાં મેગી નથી બનાવી શકતા પરંતુ એક શખ્સે તો ટોની કક્કડની જેમ આખું સોન્ગ બનાવવાની રીત જ આપી દીધી. આટલું જ નહીં જેમ જેમ તે શખ્સે કર્યું તેવી જ રીતે જો કોઈ આ સ્ટેપ ફોલો કરે તો તે પણ ટોની કક્કડ જેવું સોન્ગ બનાવી શકશે. જેવો જ આ વીડિયો પોસ્ટ થયો છે તેવો જ જંગલમાં લાગેલી આગની જેમ ફેલાય ગયો છે. ત્યારે ટોની કક્કડ પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી શક્યો નહીં. તેને લખ્યું કે જોર જોરથી બોલીને બધાને સ્કીમ શા માટે કહો છો, ભલે જે પણ હોય ઘણું સારૂ લાગ્યું.

આમ તો સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે પણ અમુક વીડિયો એવા હોય છે જે ખુબ ઝડપી વાયરલ થઈ જતા હોય છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર 8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 12 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ વીડિયો પર ઘણા યુઝર્સે કમેન્ટ પણ કરી છે જેમાં એક એ લખ્યું છે કે હકીકતમાં આ સોન્ગ ગજબનું છે તેને બધા પ્લેટફોર્મ પર નાખી દો. ત્યારે બીજા એક યુઝરનું કહેવું છે કે, તમે તો ટોની કકક્ડ કરતા પણ સારૂ બનાવ્યું છે. અન્ય એક યુઝરે કહ્યું કે આટલું પણ સાચુ બોલવું ન હતું. એકંદરે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે અહીં લોકોને ફની વીડિયો સૌથી વધુ પસંદ આવતા હોય છે જેમાં લોકો પ્રેન્ક વીડિયો પણ જોવાનું ખુબ પસંદ કરે છે. પરંતુ હાલ વાયરલ થઈ રહેલા વીડિયો શખ્સ જે રીતે સોન્ગ બનાવવાની રીતે જણાવી રહ્યો છે તે ગજબ છે. લોકો પણ આ સરળ રીતથી ફટાફટ સોન્ગ બનાવી શકે છે. ઓટો ટ્યુનથી આટલું ઝડપી અને સરસ સોન્ગ બનાવી શકાય તે જાણી લોકો પણ દંગ રહી ગયા છે. ત્યારે શખ્સ દ્વારા જણાવવામાં આવેલી ટ્રિક યુઝર્સને ખુબ ગમી રહી છે.

Next Article