તરસ્યા સાપને યુવકે પીવડાવ્યું પાણી, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ, જુઓ વાયરલ વીડિયો

|

Oct 16, 2022 | 1:09 PM

જોકે દુનિયામાં કેટલાક એવા લોકો છે જે સાપથી બિલકુલ ડરતા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video)થઈ રહ્યો છે, જેમાં એક છોકરો ડર્યા વિના ખતરનાક કોબ્રાને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે.

તરસ્યા સાપને યુવકે પીવડાવ્યું પાણી, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ, જુઓ વાયરલ વીડિયો
Snake Viral Video
Image Credit source: Instagram

Follow us on

સાપને વિશ્વના સૌથી ખતરનાક જીવોમાં ગણવામાં આવે છે. જો કે, બધા સાપ ખતરનાક નથી હોતા. વિશ્વમાં સાપની 2 હજારથી વધુ પ્રજાતિઓ રહે છે, પરંતુ તેમાંથી માત્ર થોડી જ પ્રજાતિઓ ઝેરી છે. કેટલાક સાપ એટલા ઝેરી હોય છે કે તેઓ પોતાના ઝેરથી એક ક્ષણમાં વ્યક્તિને મારી નાખે છે. આ જ કારણ છે કે લોકોને સાપ(Snake Viral Video)થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે દુનિયામાં કેટલાક એવા લોકો છે જે સાપથી બિલકુલ ડરતા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video)થઈ રહ્યો છે, જેમાં એક છોકરો ડર્યા વિના ખતરનાક કોબ્રાને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોબ્રાને ખૂબ તરસ લાગી હતી, તેથી જ છોકરો તેને પાણી પીવડાવી રહ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે છોકરો સાપને બોટલમાંથી પાણી પીવડાવી રહ્યો છે અને સાપ પણ ખૂબ આરામથી પાણી પી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે તેમની વચ્ચે ખુબ ગાઢ મિત્રતા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ખાસ વાત એ છે કે સાપ તેને કોઈ નુકસાન નથી પહોંચાડી રહ્યો, જ્યારે સામાન્ય રીતે જો સાપ માણસોને પોતાની નજીક જુએ તો તેના પર હુમલો કરી દે છે અને તેમાં પણ તે કોબ્રા હતો, જેનું ઝેર માણસને પળવારમાં મારી શકે છે. બાય ધ વે, આ વીડિયો જોયા પછી લોકો છોકરાના વખાણ પણ કરી રહ્યા છે કે તેણે તરસ્યા સાપને પાણી પીવડાવી સારૂ કામ કર્યું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર s.n.a.k.e_loverr નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 39 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ નજારો જોઈને કેટલાક આશ્ચર્યચકિત ઈમોજી શેર કરી રહ્યા છે, તો કેટલાક છોકરાના વખાણ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે ભાઈ, તમે બહુ સારું કામ કરી રહ્યા છો.

Next Article