Shocking Video: ‘સ્પાઈડર મેન’ની જેમ ગગનચુંબી ઈમારત પર ચઢ્યો 22 વર્ષનો છોકરો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

|

May 05, 2022 | 11:24 AM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરો સાન ફ્રાન્સિસ્કોમાં (San Francisco) 61 માળની ઈમારત પર કોઈ આધાર વગર ચઢતો જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ વીડિયો જોયા પછી દરેક લોકો આશ્ચર્યમાં છે.

Shocking Video: સ્પાઈડર મેનની જેમ ગગનચુંબી ઈમારત પર ચઢ્યો 22 વર્ષનો છોકરો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Boy climbs 61 story building in Viral video

Follow us on

શું તમને ઊંચાઈથી ડર લાગે છે ? જો તમારો જવાબ હા છે, તો વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમારા હૃદયના ધબકારા વધી શકે છે. કારણ કે એક વ્યક્તિ અમેરિકામાં ગગનચુંબી ઈમારત (Boy Climbing Skyscraper Building) પર કોઈપણ સુરક્ષા વગર ચડ્યો હતો. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે, આ વ્યક્તિ પોતાને સ્પાઈડર મેન (Spider Man) સમજી રહ્યો છે. જે હોય તે પણ પોલીસે તેની આ ઉન્મત્ત કૃત્ય બદલ ધરપકડ કરી છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ જોયા પછી દરેક લોકો આશ્ચર્યમાં છે. વીડિયોમાં છોકરો સાન ફ્રાન્સિસ્કોમાં 61 માળની ઈમારત પર કોઈ આધાર વિના ચડતો જોઈ શકાય છે.

વીડિયોમાં દેખાતા છોકરાની ઓળખ લોસ વેગાસના રહેવાસી મેસન ડેસચેમ્પ્સ તરીકે થઈ છે. 22 વર્ષીય મેસન નેવાડા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મેસન સ્પાઈડર મેનની જેમ ગગનચુંબી ઈમારત પર ખૂબ જ સરળતાથી ચઢી જાય છે. આ દરમિયાન બિલ્ડિંગમાં હાજર લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક લોકો મોબાઇલથી વીડિયો બનાવવાનું શરૂ કરે છે. રિપોર્ટ અનુસાર મેસન જે ગગનચુંબી ઈમારત પર ચઢી રહ્યો હતો તેનું નામ સેલ્સફોર્સ ટાવર છે. તેની ઊંચાઈ 1,070 ફૂટ હોવાનું કહેવાય છે. વીડિયોમાં મેસનને ગ્રે હૂડી, ગ્લોવ્સ અને પેન્ટ પહેરીને બિલ્ડિંગ પર ચડતો જોઈ શકાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આવો જોઈએ આ છોકરાનો ચોંકાવનારો સ્ટંટ

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મેસનનો હેતુ ગર્ભપાત વિરોધી ચેરિટી માટે નાણાં એકત્ર કરવાનો હતો. તેણે ABC7ને કહ્યું કે, ચઢાણ ખૂબ જ મજાનું હતું. તે તેને ફરીથી કરવા માંગશે. તેની સાથે માત્ર એટલું જ ખોટું થયું હતું કે, ચઢાણના અંતે તેને તરસ અને થાક લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, મેસન પોતાને ‘સ્પાઈડર મેન’ કહે છે.

Next Article