Viral : આ પક્ષીએ નોન સ્ટોપ 13,000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને બનાવ્યો રેકોર્ડ, આ પરાક્રમની કહાની સાંભળીને તમને પણ આશ્વર્ય થશે !

|

Oct 31, 2021 | 3:23 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પક્ષીની કહાની ખુબ વાયરલ થઈ રહી છે. આ કહાની જાણીને તમને પણ આશ્વર્ય થશે.

Viral : આ પક્ષીએ નોન સ્ટોપ 13,000 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને બનાવ્યો રેકોર્ડ, આ પરાક્રમની કહાની સાંભળીને તમને પણ આશ્વર્ય થશે !
File Photo

Follow us on

Viral photos : થોડા દિવસો અગાઉ એક વાઘની કહાની લોકોમાં ચર્ચાનો વિષય બની હતી, જેમાં તે પોતાના જીવનસાથીની શોધમાં હજારો કિલોમીટરની મુસાફરી કરી હતી. તાજેતરમાં આવી જ એક પક્ષીની (Bird) કહાની લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ પક્ષીએ 239 કલાકમાં 13,000 કિમીની સફર કરી છે.

પક્ષીએ નોનસ્ટોપ અલાસ્કાથી ઓસ્ટ્રેલિયા સુધીની સફર કરી

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

સામાન્ય રીતે પક્ષી માટે આટલા કિલોમિટરની સફર કરવી સામાન્ય વાત છે, પરંતુ જો આ સફર કોઈ પણ બ્રેક વિના કરવામાં આવે તો ? સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલી કહાનીમાં કંઈક આવુ જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેટ પર IFS ઓફિસર રમેશ પાંડેએ ટ્વિટ પર આ પોસ્ટ શેર કરીને માહિતી આપી છે. તેણે ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યુ કે, બાર-ટેઈલ ગોડવિટે બ્રેક વિના 13,000 કિમીની મુસાફરી કરી.

મળતી માહિતી મુજબ આ પક્ષીએ અલાસ્કાથી ઓસ્ટ્રેલિયા (Australia) સુધીનો પ્રવાસ કર્યો હતો. આ પરાક્રમ દ્વારા પક્ષીએ એક રેકોર્ડ પણ બનાવ્યો, કારણ કે અત્યાર સુધી કોઈ પક્ષી આટલું અંતર સુધી સતત ઉડ્યું નથી. આ પક્ષીની તસવીરો Geoff White/Adrien Riegen ને કેપ્ચર કરી છે.

જુઓ વાયરલ તસવીર

યુઝર્સ કંઈક આવી પ્રતિક્રિયા આપી

આ પક્ષીનું આ પરાક્રમ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે પક્ષીના વખાણ કરતા લખ્યું કે, ‘કુદરતની કળા.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘મને ખબર ન હતી કે પક્ષીઓ આરામ કર્યા વિના આટલું બધું ઉડી જાય છે..’ આ તસવીર અને પક્ષીની કહાની હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

આ પણ વાંચો: Video : બાઈક કે ટ્રક ! આ વ્યક્તિએ દેશી જુગાડથી બાઈકને ફેરવી નાખી ટ્રકમાં, આ જુગાડ જોઈને તમે મોઢામાં આંગળા નાખી જશો

આ પણ વાંચો: Viral : સાડી-બિંદી સાથે કોટ પહેરીને નીકળેલા આ યુવકે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, આ અનોખો લુક બન્યો આકર્ષણનું કેન્દ્ર !

Next Article