Animal Video : OMG! રીંછને પણ થાય છે ઈર્ષ્યા, જુઓ Videoમાં જ્યારે પ્રવાસીનું ધ્યાન ગયું તો તેણે પાર્ટનર સાથે કર્યું આવું

|

Aug 06, 2022 | 6:58 AM

વાયરલ વીડિયોમાં (Viral Video) એક રીંછ તેના પાર્ટનર સાથે પર્યટકોનું ધ્યાન ખેંચવા માટે કેટલીક એવી હરકતો કરે છે, જેનાથી સાબિત થશે કે રીંછ પણ માણસોની જેમ જ ઈર્ષાળુ હોય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Animal Video : OMG! રીંછને પણ થાય છે ઈર્ષ્યા, જુઓ Videoમાં જ્યારે પ્રવાસીનું ધ્યાન ગયું તો તેણે પાર્ટનર સાથે કર્યું આવું
bear video

Follow us on

જો તમને લાગતું હોય કે માત્ર મનુષ્યોને જ અન્યો પ્રત્યે ઈર્ષ્યા કે જલનની લાગણી હોય છે, એવું નથી હોતું. પ્રાણીઓમાં પણ આવી લાગણી હોય છે. કમ સે કમ વાયરલ થઈ રહેલા રીંછના (Bear) આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. આ વાયરલ ક્લિપ એક પ્રાણી સંગ્રહાલયની (Zoo)છે. જેમાં એક રીંછ પ્રવાસીઓનું ધ્યાન ખેંચવા માટે તેના પાર્ટનર સાથે એવી કેટલીક હરકતો કરે છે, જેને જોઈને તમને માત્ર આનંદ જ નહી થાય, પરંતુ એ પણ સાબિત થશે કે રીંછ પણ માણસોની જેમ જ ઈર્ષાળુ હોય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક રીંછ પ્રાણી સંગ્રહાલયના ઘેરામાં ઉભા અને બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન પ્રવાસીઓ રીંછ તરફ ખાવાની વસ્તુઓ ફેંકે છે, જેને રીંછ તરત જ તેના મોંમાંથી પકડી લે છે. તે જ સમયે, તેની પાછળ બેઠેલું રીંછ થોડું ઈર્ષાળુ પ્રકારનું લાગે છે. તેના પાર્ટનરને પ્રવાસીઓ પાસેથી જે ખાણીપીણીની વસ્તુઓ મળી રહી છે તે જોઈને તે બિલકુલ ખુશ નથી. આ પછી, તે પ્રવાસીનું ધ્યાન ખેંચવા માટે જે કંઈ પણ કરે છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પાછળનું રીંછ ઊભું થઈ જાય છે અને બીજા રીંછને સીધું ધક્કો મારીને નીચે ધકેલે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઈર્ષાળુ રીંછનો વીડિયો જુઓ…..

રીંછનો આ ક્યૂટ વીડિયો (Cute Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર intocandobook નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 24 જુલાઈએ અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને યુઝર્સ તેને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ સિવાય લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ નોંધાવી રહ્યા છે.

એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું, રીંછે ખૂબ જ ખોટું કામ કર્યું છે. તેને આ ક્રિયાનું ફળ ચોક્કસ મળશે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ઓહ ભાઈ! રીંછને પણ ઈર્ષ્યા થાય છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, આ રીંછ ખૂબ જ બદમાશ નીકળ્યું.

Next Article