Video : સર્કસમાં રીંછે મહિલા ટ્રેનર પર કર્યો હુમલો, ચાલુ શો દરમિયાન મહિલા ટ્રેનરના થયા હાલ-બેહાલ !

|

Oct 18, 2021 | 6:09 PM

તાજેતરમાં સર્કસનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક રીંછ અચાનક ટ્રેનર મહિલા પર હુમલો કરે છે. આ જોઈને ત્યાં બેઠેલા દર્શકો પણ ડરી જાય છે.

Video : સર્કસમાં રીંછે મહિલા ટ્રેનર પર કર્યો હુમલો, ચાલુ શો દરમિયાન મહિલા ટ્રેનરના થયા હાલ-બેહાલ !
bear attack on trainer during a show

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રાણીઓ સંબધિત વીડિયો અવાર નવાર વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓની (Animals Video) હરકત જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક રીંછનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ રીંછ જે રીતે મહિલા ટ્રેનર પર હુમલો કરે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

ચાલુ શો દરમિયાન મહિલા ટ્રેનર પર હુમલો થતા જોવા જેવી થઈ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, વાદળી ડ્રેસમાં મહિલા ટ્રેનર મોટા રીંછને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ બાદમાં કંઈક અવુ થાય છે, જેની સર્કસના (Circus) લોકોએ કલ્પના પણ નહિ કરી હોય. આ રીંછ તરત જ હિંસક બની જાય છે અને મહિલા ટ્રેનર પર હુમલો કરે છે. રીંછ મહિલાને તેના પંજા સાથે પકડે છે અને તેને જમીન પર છોડી દે છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે ત્યાં બેઠેલા દર્શકો પણ જોઈને ડરી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

જુઓ વીડિયો

 

યુટ્યુબ પર શેર કરેલા માત્ર 12 સેકન્ડના આ વિડીયો જોઈને તમને પણ આઘાત લાગશે. મળતી માહિતી મુજબ, આ હુમલા બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ મહિલા ગર્ભવતી પણ હતી, જો કે તેના બાળકને કંઈ થયું નથી. મહિલાનું કહેવું છે કે તે ગર્ભવતી હતી, જેના કારણે રીંછ ખૂબ જ ચિડાઈ રહ્યું હતું. જેના કારણે તેણે હુમલો કર્યો. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉપરાંત આ રીંછના કોઈ પણ પ્રદર્શન પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : ગજબ : આ યુવક કિંગ કોબ્રા સાથે બિન્દાસથી કરી રહ્યો છે મસ્તી ! Video જોઈને તમારા હોંશ ઉડી જશે

આ પણ વાંચો : Viral : વૃદ્ધ મહિલા ભીખ માંગીને જીવન જીવવા કરતા કરી રહી છે આ કામ, વૃદ્ધાની ખુદ્દારી જોઈને તમે પણ દંગ રહી જશો

Next Article