ગજબ : આ યુવક કિંગ કોબ્રા સાથે બિન્દાસથી કરી રહ્યો છે મસ્તી ! Video જોઈને તમારા હોંશ ઉડી જશે

કિંગ કોબ્રા સાથે રમી રહેલા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકને જોઈને તમે પણ ચોંકી જશો.

ગજબ : આ યુવક કિંગ કોબ્રા સાથે બિન્દાસથી કરી રહ્યો છે મસ્તી ! Video જોઈને તમારા હોંશ ઉડી જશે
man playing with cobra

Viral Video : કોબ્રા સાપ માત્ર ઝેરી સાપ નથી, પરંતુ તેની લંબાઈ પણ અન્ય સાપની સરખામણીમાં સૌથી વધુ છે. આજકાલ સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા હોંશ ઉડી જશે. વીડિયોમાં એક યુવક તેના ગળામાં લપેટેલા કિંગ કોબ્રા સાથે મસ્તી કરતો જોવા મળે છે. આ વીડિયો (Video) જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

યુવક કોબ્રાને ગળે લપેટીને મસ્તી કરી રહ્યો છે

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક તેના ગળામાં વિશાળ કોબ્રા સાપને લપેટી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આ યુવક ખૂબ જ બિન્દાસથી સાપ સાથે રમતો જોવા મળે છે. એવું લાગે છે કે ઝેરી સાપથી (Cobra Snake) તેને જરાય ડર લાગતો નથી. સામાન્ય રીતે ઘરમાં સાપને જોઈને પણ કોઈ પણ વ્યક્તિ ડરી જાય છે. જ્યારે આ યુવક તેની સાથે રમી રહ્યો છે. આ યુવકની હિંમત જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર @nature27_12 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ યુવકને આવુ કરીને શું મળ્યુ ? જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, આ યુવકનુ પાગલપન છે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : આ વાંદરાએ તો ભારે કરી ! અરીસામાં જોઈને વાંદરો એવો કન્ફ્યુઝ થયો કે જોવા જેવી થઈ

આ પણ વાંચો : Video: સ્વિમિંગ પુલમાં સ્ટન્ટ કરવા મહિલાને ભારે પડ્યા, દીદીની હાલત જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati