Video : ખભા પર DJ લટકાવીને માંડવે પહોંચ્યા જાનૈયા ! આ જુગાડ જોઈને લોકોએ કહ્યુ ” લગ્નમાં NO COMPROMISE “

|

Nov 14, 2021 | 12:02 PM

તમે સોશિયલ મીડિયા પર ઘણા અજીબોગરીબ લગ્નના વીડિયો જોયા હશે, પરંતુ આ દિવસોમાં જે અનોખા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો.

Video : ખભા પર DJ લટકાવીને માંડવે પહોંચ્યા જાનૈયા ! આ જુગાડ જોઈને લોકોએ કહ્યુ  લગ્નમાં  NO COMPROMISE
wedding funny video goes viral

Follow us on

Viral Video : સામાન્ય રીતે લગ્નને લઈને દુલ્હા-દુલ્હન ખુબ જ ઉત્સાહિત હોય છે.આ માટે તેઓ પહેલાથી જ લગ્નને ખાસ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરે છે. તમે લગ્નમાં DJ પર ડાન્સ કરતા જાનૈયા જોયા હશે,પરંતુ શું તમે DJ ખભે લટકાવીને માંડવે પહોંચેલા જાનૈયા જોયા છે ? આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ જુગાડ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

જાનૈયાઓએ તો ભારે કરી !

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોશિયલ મીડિયા પર તમે ઘણા અજીબોગરીબ લગ્નના વીડિયો જોયા હશે, પરંતુ આ દિવસોમાં વાયરલ થઈ રહેલો અનોખા લગ્નનો વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો.ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ લગ્નમાં ડીજે ની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ આ ડીજે કોઈ વાહનમાં નહિ,પરંતુ જાનૈયાઓ જાતે જ જુગાડ કરીને તેને પોતાના ખભા પર લટકાવેલા જોવા મળે છે, જેથી લગ્નમાં (Wedding) કોઈ કમી ન રહે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

24 સેકન્ડનો આ વીડિયો IPS ઓફિસર રૂપીન શર્માએ શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘લગ્ન… પરંતુ કોઈ સમાધાન નહીં.’ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે, યુઝર્સને આ જુગાડ ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે (User) કોમેન્ટ કરતા લખ્યુ કે,લગ્ન હોય તો આવા…જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ જુગાડ જોઈને હું હેરાન છુ. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral video : કીચડમાંથી હાથીનું બચ્ચું બહાર નીકળવા હતું અસમર્થ, પછી જે થયું તે હતું હાર્ટ ટચિંગ

આ પણ વાંચો: Video : નોરા ફતેહીના બેલી ડાન્સનો વીડિયો થયો વાયરલ, ‘કુસુ કુસુ’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ

Next Article