Viral Video: શખ્સે એવી જગ્યાએ જઈ પડાવ્યો ફોટો, વીડિયો જોઈ લોકોની નીકળી ગઈ ચીસ

|

May 31, 2022 | 11:09 AM

સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video)થયેલી એક ક્લિપમાં, ઇન્ડોનેશિયા(Indonesia)ના બાલીના સુંદર ટાપુના એક ફોટોગ્રાફરને પહાડીની ટોચ પર એક વિમાનની પાંખ પર ચાલતા જોઈ શકાય છે.

Viral Video: શખ્સે એવી જગ્યાએ જઈ પડાવ્યો ફોટો, વીડિયો જોઈ લોકોની નીકળી ગઈ ચીસ
Photographer walks on Boeing Aircraft
Image Credit source: Instagram

Follow us on

કેટલાક લોકો ઊંચાઈથી ડરે છે. તેમને લાગે છે કે તેઓ ક્યાંક પડી ન જાય. ઉંચી ઈમારતની છત પર ગયા પછી પણ આવા લોકોને લાગે છે કે ઈમારત તૂટી ન જાય અથવા તેઓ ક્યાંક પડી ન જાય. તો જો તમે પણ ઊંચાઈથી ડરતા હોવ તો આ વીડિયો તમારા માટે નથી. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયેલી એક ક્લિપમાં, ઇન્ડોનેશિયા (Indonesia)ના બાલીના સુંદર ટાપુના એક ફોટોગ્રાફરને પહાડીની ટોચ પર એક વિમાનની પાંખ પર ચાલતા જોઈ શકાય છે, જે ટેકરીથી આગળ તરફ છે. નીચે ઊંડી ખીણ છે. મતલબ કે જરાક ચૂક અને આ વ્યક્તિ સીધો ખીણમાં પડી શકે છે. આ વીડિયો જોયા બાદ મોટાભાગના લોકોની ચીસ નીકળી ગઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ખાલી પ્લેનમાંથી બહાર નીકળે છે અને તેની પાંખ પર ચાલવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં જે દૃશ્ય જોવા મળે છે તે ખરેખર અદ્ભુત છે. પણ કેમેરાનો એંગલ બદલાતા જ સમજાય છે કે આ પ્લેન ટેકરીના છેડે ઉભું છે અને તેની પાંખ ખાઈ તરફ બહાર છે. નવાઈની વાત એ છે કે સેંકડો ફૂટની ઊંચાઈએ હોવા છતાં પણ વ્યક્તિ વિમાનના પાંખના છેડા સુધી ચાલે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પવન કેટલો જોરદાર ફૂંકાઈ રહ્યો છે. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાયરલ થઈ રહેલા આ વીડિયોને Earthpix નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં માહિતી આપતા યુઝરે કહ્યું છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ બાલીનો ફોટોગ્રાફર કમિંગ ડરમાવાન છે, જે પહાડીની ટોચ પર મૂકવામાં આવેલા રિટાયર્ડ બોઈંગ એરક્રાફ્ટની પાંખ પર ચાલતો જોઈ શકાય છે. કેપ્શન મુજબ, વિમાનને ઉલુવાટુ બડુંગ રીજન્સીમાં ન્યાંગ-ન્યાંગ બીચ નજીક પ્રવાસી આવાસમાં રૂપાંતરિત કરવામાં આવનાર છે.

બે દિવસ પહેલા અપલોડ થયેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 5 લાખ 90 હજારથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે. ફોટોગ્રાફર કમિંગનો આ વીડિયો જોઈને મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Next Article