વરસાદમાં બોલ સાથે બાળકની જેમ રમતા જોવા મળ્યો બેબી એલિફન્ટ, વીડિયો જોઈને લોકોને યાદ આવી ગયું બાળપણ

|

Oct 02, 2022 | 7:01 AM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બેબી એલિફન્ટ (Baby Elephant) એક મોટા વાદળી બોલ સાથે રમતો જોવા મળે છે અને અન્ય હાથીઓ તેની આસપાસના લીલા મેદાનમાં અલગ ઊભા જોવા મળે છે. આ બધાની વચ્ચે આ બેબી એલિફન્ટ પોતાના મોંમાં બ્લુ બોલ દબાવીને મસ્તી કરતો જોવા મળે છે.

વરસાદમાં બોલ સાથે બાળકની જેમ રમતા જોવા મળ્યો બેબી એલિફન્ટ, વીડિયો જોઈને લોકોને યાદ આવી ગયું બાળપણ
Baby Elephant Viral Video

Follow us on

હાથીઓની (Elephant Video) ગણના વિશ્વના મહાકાય જીવોમાં થાય છે, જો કે હાથી (Elephant) જંગલી પ્રાણી છે, પરંતુ તેઓ માનવીની સાથે-સાથે રહેવાનું પણ પસંદ કરે છે. એક સમય હતો જ્યારે રાજા મહારાજા આ પ્રાણીનો ઉપયોગ કરતા હતા. તેઓ યુદ્ધના મેદાનમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેથી જ્યારે પણ હાથીઓ સંબંધિત વીડિયો ઈન્ટરનેટ પર આવે છે ત્યારે તે આડેધડ વાયરલ થઈ જાય છે. હાલના દિવસોમાં પણ હાથી તેના એક વીડિયોના કારણે લોકોમાં ચર્ચામાં છે. જેમાં તે બોલ સાથે રમતા જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાથીનું બાળક એક મોટા વાદળી બોલ સાથે રમતું જોવા મળે છે અને અન્ય હાથીઓ તેની આસપાસના લીલા મેદાનમાં અલગ ઊભા જોવા મળે છે. આ બધાની વચ્ચે આ બેબી એલિફન્ટ પોતાના મોંમાં બ્લુ બોલ દબાવીને મસ્તી કરતો જોવા મળે છે. આ જોયા પછી તમને તમારું બાળપણ ચોક્કસ યાદ આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અહીં વીડિયો જુઓ…….

વીડિયોમાં હાથીઓનું ટોળું એકદમ હળવા મૂડમાં જોવા મળી રહ્યું છે. એક તરફ, જ્યારે જૂથના મોટા હાથીઓ વરસાદમાં મસ્તી કરતા જોવા મળે છે, તો બીજી તરફ બેબી એલિફન્ટ મોટા બોલ સાથે બાળકની જેમ રમી રહ્યો છે. ક્લિપમાં, તમે બે બાળકો જોશો જેઓ સાથે રમતા જોવા મળે છે. જે એક ખેલાડીની જેમ પોતાના બોલને લાત મારતો જોવા મળે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ વીડિયો થાઈલેન્ડના એલિફન્ટ નેચર પાર્કનો છે, જ્યાં હાથીઓ સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળે છે.

આ વીડિયોને ટ્વિટર પર @DannyDeraney નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને બે લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે અને સાત હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સાથે યુઝર્સ દ્વારા આના પર ફની કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને પૂછ્યું કે, તેની સાથે રમવા માટે એક મોટો બોલ કેવો હશે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જોયા પછી મને મારું બાળપણ યાદ આવી ગયું, હું પણ આ રીતે રમતો હતો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘હાથીઓ પણ હવામાનનો આનંદ કેવી રીતે લેવો તે જાણે છે.’

Next Article