Trending Video: ‘છોકરો હજુ જવાન છે…’ અર્જુન કપૂરે ‘Lock Upp 2’ ફેમ પામેલાને લગ્ન માટે કર્યું ‘પ્રપોઝ’

લોકપ્રિય Show 'Lock Upp 2' માં આ દિવસોમાં ભારે ડ્રામા અને ટેન્શન જોવા મળી રહ્યું છે. આ ચિંતાભર્યા માહોલ વચ્ચે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર Show માં મહેમાન બનીને આવ્યો હતો. અર્જુને પોતાની આગવી શૈલીમાં Show ના સભ્યો સાથે ખૂબ મજાક-મસ્તી કરી અને કન્ટેસ્ટન્ટ પામેલા સાથે એવી વાતચીત કરી કે, આખા ઘરનું ટેન્શન હળવું થઈ ગયું.

Trending Video: છોકરો હજુ જવાન છે... અર્જુન કપૂરે Lock Upp 2 ફેમ પામેલાને લગ્ન માટે કર્યું પ્રપોઝ
Image Credit source: AI Generated
| Updated on: Jul 17, 2026 | 10:10 PM

નેટફ્લિક્સનો રિયાલિટી શો ‘Lock Upp 2’ દર્શકો વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક તરફ આકાંક્ષા ચૌધરી સિક્રેટ રૂમમાં છે, તો બીજી તરફ શિલ્પા શિંદે અને શિવાંગી જોશી સતત નિશાન પર આવી રહ્યા છે. સુનિતા આહુજા, શ્રેષ્ઠા અય્યર, રિયાઝ અલી અને માધુરી ગ્રોવર Show માંથી બહાર થઈ ચૂક્યા છે. હવે જજમેન્ટ ડે પર પણ એક એવિક્શન (બહાર થવાનું) થવાનું છે, જેના પર સૌની નજર ટકેલી છે.

‘Arjun Kapoor’ ગેસ્ટ બનીને પહોંચ્યો

આ તમામ ટેન્શન વચ્ચે બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર ‘Lock Upp 2’ ના જજમેન્ટ ડે પર ગેસ્ટ બનીને પહોંચ્યો હતો, જ્યાં તેણે શોના કન્ટેસ્ટન્ટ્સ સાથે ભરપૂર મજાક-મસ્તી કરી હતી. ખાસ કરીને પામેલા સેરેના સાથેની તેની વાતચીત અત્યારે ચર્ચામાં છે. Show ના તમામ કન્ટેસ્ટન્ટ્સના ચહેરા પર પણ પામેલા અને અર્જુન વચ્ચેની વાતચીતથી સ્મિત આવી ગયું હતું.

અર્જુન કપૂરે પામેલાના વખાણ કર્યા

‘Lock Upp 2’ ના જજમેન્ટ સેગમેન્ટમાં ગેસ્ટ બનીને પહોંચેલા અર્જુન કપૂરે જણાવ્યું કે, તે પામેલાના ‘કલેશ-ઈ કોર્નર’ સેગમેન્ટનો ફેન છે. એટલું જ નહીં, Show દરમિયાન અર્જુને મજાક-મજાકમાં પામેલાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું.

તેણે મજાક-મજાકમાં પામેલાને કહ્યું કે, ‘છોકરો હજી પણ જવાન છે અને લગ્ન માટે તૈયાર છે.’ અર્જુનની આ વાતથી પામેલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને શરમાઈ ગઈ. તેનો પ્રતિભાવ જોઈને આખું ઘર હાસ્યથી ગુંજી ઊઠ્યું હતું.

અર્જુનને પામેલાનો કલેશી કોર્નર પસંદ આવ્યો

અર્જુન આગળ કહે છે કે, ‘શોમાં કલેશ (ઝઘડા) તો ઘણા થઈ રહ્યા છે પણ મને પામેલાનો કલેશી-કોર્નર પસંદ આવ્યો.’ આ સાંભળતા જ પામેલા હસવા લાગે છે. Arjun Kapoor ત્યારબાદ પામેલાની મિત્ર અને કો-કન્ટેસ્ટન્ટ આકાંક્ષા ચમોલાની મજાક ઉડાવતા કહે છે કે, ‘આકાંક્ષા તમારો અને મારો ટેસ્ટ સેમ (સરખો) છે. મને પણ છોકરીઓ ખૂબ ગમે છે.’ આ સાંભળતા જ કન્ટેસ્ટન્ટ્સ વધુ હસવા લાગે છે.

પામેલાએ ક્યાંથી અભ્યાસ પૂર્ણ કર્યો?

પામેલાની વાત કરીએ તો, તેના માતા-પિતા ભારતીય છે અને તેનો જન્મ યુનાઇટેડ કિંગડમમાં થયો હતો. તે લાંબા સમય સુધી લંડનમાં રહી અને લંડન સ્કૂલ ઓફ ફિલ્મ પ્રોડક્શનમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કર્યો હતો. આ પહેલાં તેણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં સાયકોલોજીનો અભ્યાસ કર્યો હતો અને પછી વર્ષ 2012 માં તે દુબઈ જતી રહી હતી.

Show વિશે

Lock Upp 2 ની વાત કરીએ તો, આ વખતે રિયાલિટી Show ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન તેમજ એક્ટર રિતેશ દેશમુખ હોસ્ટ કરી રહ્યા છે. આ સિઝનમાં રામ કપૂર, શિવાંગી જોશી, હર્ષદ ચોપરા, શ્રેયા કાલરા, ધીરજ ધૂપર, શિલ્પા શિંદે, વરૂણ યાદવ, આકાંક્ષા ચમોલા, આકાંક્ષા ચૌધરી અને યોગેશ રાવત જેવા જાણીતા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

Samantha Ruth Prabhu : પ્રેગ્નન્સી દરમિયાન થાઈલેન્ડમાં રજાઓ માણી રહી છે સામંથા રૂથ પ્રભુ, શેર કર્યા ફોટો

Follow Us