April Fool Day: ઈન્ટરનેટ પર એપ્રિલ ફૂલની શરૂ થઈ ગઈ તૈયારીઓ, લોકોના રિએક્શન જોઈને તમે પણ હસવા લાગશો

|

Apr 01, 2022 | 9:46 AM

ફૂલ્સ ડે એટલે કે એપ્રિલ ફૂલ ડે દર વર્ષે 1લી એપ્રિલે (April Fools' Day) ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈ હશે જે આ દિવસે તેના મિત્રો અને પરિવારને મૂર્ખ બનાવવાની તક ગુમાવશે.

April Fool Day: ઈન્ટરનેટ પર એપ્રિલ ફૂલની શરૂ થઈ ગઈ તૈયારીઓ, લોકોના રિએક્શન જોઈને તમે પણ હસવા લાગશો
april fools day 2022

Follow us on

આજે વ્યસ્ત જીવનના કારણે જ્યારે લોકો વાસ્તવિક જીવનમાં હસવાનું અને હસાવવાનું ભૂલી ગયા છે, ત્યારે એપ્રિલનો પહેલો દિવસ તમને ખુશ રહેવાના ફાયદા જણાવે છે. જે લોકો અન્ય લોકો સાથે મજાક કરવામાં આનંદ માણે છે.તેઓ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. પહેલી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં એપ્રિલ ફૂલ દિવસ (April fool day 2022) ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા સાથે રમુજી ટીખળ કરે છે. આ દિવસે, બાળકો હોય કે વડીલો, દરેક વર્ગના લોકો તેમના મિત્રો, ભાઈ-બહેન, સહપાઠીઓ અથવા પરિચિતો સાથે ટીખળ (Prank) કરે છે અને તેમને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.

આ ખાસ દિવસે લોકો એકબીજા સાથે હસે છે, મજાક કરે છે. જેની સામેની વ્યક્તિ તેને ખરાબ પણ નથી માનતી. એપ્રિલ ફૂલ ડેની ઉજવણી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો એકથી વધુ મીમ્સ શેયર કરી રહ્યા છે. જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અહીં લોકોની પ્રતિક્રિયા જુઓ

મધ્ય યુરોપમાં નવા વર્ષનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવે છે. જો કે, 1852માં પોપ ગ્રેગરી VIII એ ગ્રેગોરીયન કેલેન્ડરની જાહેરાત કરી. જે બાદ જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થયું. ફ્રાન્સ આ કેલેન્ડર સ્વીકારનાર પ્રથમ હતું. પરંતુ યુરોપના ઘણા દેશોએ આ કેલેન્ડરને સ્વીકાર્યું ન હતું. જેના કારણે નવા કેલેન્ડરના આધારે નવું વર્ષ ઉજવનારા લોકોએ જૂની રીતે નવું વર્ષ ઉજવનારા લોકોને મૂર્ખ માનવા માંડ્યા અને ત્યારથી એપ્રિલ ફૂલ મનાવવાનું શરૂ થયું.

આ પણ વાંચો: 1 એપ્રિલના દિવસે લોકોને મૂર્ખ બનાવતા અને પોતે મૂર્ખ બનતા પહેલા જાણી લો શા માટે મનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ, જાણો 1 એપ્રિલના દિવસે થયેલા મૂર્ખતાના રસપ્રદ કિસ્સાઓ

આ પણ વાંચો: Bank Holidays in April 2022 : એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

Next Article