Shocking Viral Video: ગેંડાનો ગુસ્સો જોઈ ડરી ગયા લોકો, મહિલાની ચીસોએ આખું જંગલ ગજાવ્યું

|

Jan 02, 2023 | 8:54 PM

આસામની એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આસામના 'માનસ નેશનલ પાર્ક'નો કિસ્સો છે જ્યાં એક ગુસ્સામાં દોડતો ગેંડો પ્રવાસીઓની જીપનો પીછો કરવા લાગ્યો.

Shocking Viral Video: ગેંડાનો ગુસ્સો જોઈ ડરી ગયા લોકો, મહિલાની ચીસોએ આખું જંગલ ગજાવ્યું
Animal Viral Video
Image Credit source: Twitter

Follow us on

જંગલ સફારી દરમિયાન પ્રવાસીઓ ચોક્કસપણે બે વસ્તુઓ કરે છે. પ્રથમ તેઓ વાઘ અથવા ચિત્તા જોવા માટે પ્રાર્થના કરે છે અને બીજું તેઓ બધું કેમેરામાં કેદ કરવા માંગે છે. કેટલાક પ્રવાસીઓ એવા પણ હોય છે કે જો તેમનું બસ ચાલે તો તેઓ જંગલી પ્રાણી નજીક ચાલ્યા જાય. ત્યારે આ મામલો ગંભીર બની જાય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આસામના ‘માનસ નેશનલ પાર્ક’નો કિસ્સો છે, જ્યાં એક ગુસ્સામાં દોડતા ગેંડો પ્રવાસીઓની જીપનો પીછો કરવા લાગ્યો.

આ વીડિયો 45 સેકન્ડનો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો ખુલ્લી જીપમાં જંગલ સફારી કરી રહ્યા હતા. ત્યારે એક ગેંડા તેમની જીપની પાછળ દોડવા લાગ્યો. ડ્રાઈવર જીપ ચલાવવા લાગે છે. જ્યારે જીપમાં બેઠેલા પ્રવાસીઓ ચીસો પાડવા લાગે છે. એક મહિલા એટલી ડરી જાય છે કે તે બૂમો પાડીને ડ્રાઈવરને કહે છે કે કારને ઝડપી ચલાવો.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

જો ડ્રાઈવરે સમજદારીથી કામ ન કર્યું હોત તો કંઈક અઘટિત બની શક્યું હોત. આપને જણાવી દઈએ કે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેયર કરવામાં આવી રહી છે. તેને @bhn_news હેન્ડલ દ્વારા 31 ડિસેમ્બરે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યું હતું.

આ સિવાય ભારતીય વન સેવા (IFS) અધિકારી પરવીન કાસવાન દ્વારા પણ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક ગેંડો જીપનો પીછો કરતો જોવા મળે છે. તેણે જણાવ્યું કે આ ઘટના કાઝીરંગા નેશનલ પાર્કની છે. આ પાર્ક આસામમાં  આવેલું છે. તમને જણાવી દઈએ કે, યુનેસ્કોએ ‘માનસ નેશનલ પાર્ક’ને વૈશ્વિક ધરોહર જાહેર કર્યો છે, જે જંગલી હાથી ભેંસ અને ગેંડા માટે ખૂબ જ પ્રખ્યાત છે.

Next Article