Viral Video: શખ્સે આખલાની કરી સળી, પળવારમાં આખલાએ કરાવી દીધા યમરાજના દર્શન!

|

Aug 13, 2022 | 12:53 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આખલાની સાથે મસ્તી કરતો જોવા મળે છે. ત્યારબાદ આખલાએ તેને એવો પાઠ ભણાવ્યો કે તે જીવનભર યાદ રાખશે.

Viral Video: શખ્સે આખલાની કરી સળી, પળવારમાં આખલાએ કરાવી દીધા યમરાજના દર્શન!
Angry Bull Video
Image Credit source: Twitter

Follow us on

દુનિયામાં ઘણા પ્રકારના પ્રાણીઓ છે, પરંતુ દરેક પ્રાણી ખતરનાક નથી હોતા. કેટલાક જંગલી પ્રાણીઓ ખૂબ જ ખતરનાક હોય છે અને કેટલાક શાંત સ્વભાવના હોય છે, જે ભાગ્યે જ કોઈ પર હુમલો કરતા જોવા મળે છે. ખતરનાક પ્રાણીઓની વાત કરીએ તો તેમાં સિંહ, વાઘ, ચિત્તા વગેરેનો સમાવેશ થાય છે. ખેર, આ જંગલોમાં રહેતા પ્રાણીઓ છે, પરંતુ આ સિવાય માનવ વસાહતમાં માણસોની સાથે રહેતા કેટલાક પ્રાણીઓ પણ ઓછા ખતરનાક નથી. આમાં આખલા (Angry Bull Video)નું નામ પ્રથમ આવે છે. જો કે તેઓ કોઈના પર ઝડપથી હુમલો કરતા નથી, પરંતુ જ્યારે કોઈ તેમને ગુસ્સે કરે છે તો તેઓ તેમને છોડતા પણ નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આખલાને સળી કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ આખલાએ તેને એવો પાઠ ભણાવ્યો કે તે જીવનભર યાદ રાખશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક આખલાના શિંગડામાં આગ લાગાડવામાં છે, પરંતુ તેમ છતાં તે ઉભો છે, જ્યારે સામેથી એક વ્યક્તિ તેને ગુસ્સે કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પછી શું, આખલો ગુસ્સે થઈ ગયો અને દોડતા દોડતા માણસને તેના શિંગડાથી ઊંચકીને જોરથી માર્યો, જેના પછી તે માણસ સીડી પરથી નીચે પડ્યો. તેની હાલત જોવા જેવી હતી. એક તો આખલાએ તેની પીઠ પર જોરથી માર માર્યો હતો અને બીજું તે ખૂબ જ ગંભીર રીતે નીચે પડ્યો હતો. ચોક્કસ તેને હોસ્પિટલ લઈ જવાની વાત થઈ હશે. વીડિયો જોયા પછી ખબર પડે છે કે આ એક ગેમ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ચોંકાવનારો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The Darwin Awards નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 60 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને બે હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહે છે કે આખલાએ સાચુ કર્યું છે તો કેટલાક હસવા લાગ્યા છે.

Next Article