કાન્હાની જેમ માસૂમ બાળકે ગાય સાથે કરી મસ્તી, Viral Video જોઈને ભીની થઈ લોકોની આંખો

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ અને બાળકોની નાદાન હરકતોના વીડિયો (Viral Video) ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં ગાય અને બાળકનો વીડિયો વાયરલ થયો છે.

કાન્હાની જેમ માસૂમ બાળકે ગાય સાથે કરી મસ્તી, Viral Video જોઈને ભીની થઈ લોકોની આંખો
Viral VideoImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 10:19 PM

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ અને બાળકોની નાદાન હરકતોના વીડિયો (Viral Video) ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં ગાય અને બાળકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે તેના દૂધથી ગાય (Cow) બાળકની જેમ આપણું ધ્યાન રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયમાં 33 કરોડ એટલે કે 33 કરોડ દેવી-દેવતાઓ વાસ કરે છે, તેથી તેમના દર્શન કરવાથી જ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.આ વીડિયો જોયા પછી તમે પણ સમજી શકશો કે આપણા દેશમાં ગાયને માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે.

કહેવાય છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. આપણે માણસો જેટલું સમજીએ છીએ તેટલું જ પ્રાણીઓ પણ આ વાતને સમજે છે અને આ જ કારણ છે કે જ્યારે પણ પ્રેમ લૂંટવાની વાત આવે છે ત્યારે તેઓ પણ પાછળ પડતા નથી. એક બાળક ગાયની સામે મસ્તી કરતો જોવા મળે છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

લક્ષ્મીકાંત ભારદ્વાજ નામના યૂઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે – ‘તેથી જ ગાય માતા છે.’ આ વીડિયો વાયરલ થતાની સાથે લોકોના દિલ જીતી રહ્યો છે અને લોકો દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યો છે.એક યૂઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘ગાય એક માતા જ છે.’ જ્યારે બીજા યૂઝરે લખ્યું, ‘બાળક અને ગાય વચ્ચેનો આ સંબંધ અદ્ભુત છે.’ અન્ય યૂઝરે લખ્યું, ‘મને આ બાળકમાં કાન્હાની ઝલક દેખાઈ રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માસૂમ બાળક જમીન પર બેઠેલી ગાય સાથે રમતું જોવા મળી રહ્યું છે. જ્યાં બાળક ગાય પર માથુ નાખીને બેઠો છે તો ક્યારેક તેની સાથે શિંગડા પકડીને રમે છે. ગાય પણ માતાની જેમ બાળકના આવી નાદાનીની અવગણના કરે છે અને માતાની જેમ તેના પર પ્રેમ અને સ્નેહ વરસાવતી જોવા મળે છે. ગાય સાથે આટલું તોફાન કર્યા પછી થોડી વાર પછી બાળક થાકી જાય છે અને ત્યાં બેસી જાય છે અને ગાય બાળકને ચાટવા લાગે છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">