મહેસાણા અને મોરબીમાંથી સામે આવી બે ચોંકાવનારી ઘટના, ભુવાજીનું ધૂણતા ધૂણતા જ થયુ મોત- જુઓ Video
હાલ કાળઝાળ ગરમી વચ્ચે ક્યાંક લોકો ગરમીને કારણે હાર્ટ એટેક આવતા જીવ ગુમાવી રહ્યા છે. તો કેટલાકને હીટ સ્ટ્રોક આવતા મોતને ભેટે છે. ત્યારે મહેસાણા અને મોરબીમાંથી બે એકસરખી ઘટના સામે આવી છે. જ્યાં ભુવાજીનું ધૂણતા ધૂણતા મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.
ક્યાંક ગરમીને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. બીજી તરફ લોકો ધૂણતા ધૂણતા જ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતના બે શહેરોમાંથી આજે આવી જ બે ઘટના સામે આવી છે. બે એક સમાન ઘટનાઓ મહેસાણા અને મોરબીમાંથી સામે આવી છે. આ બંને જગ્યાએ બે ભુવાજીના ધૂણતા ધૂણતા મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. આ બંને જગ્યાએ બંને ભુવાજીને ધૂણતા ધૂણતા જ હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે. ત્યારે સવાલ એ છઠે કે લોકોનું ભવિષ્ય ભાખતા ભુવાજી ખુદ ધૂણતાં-ધૂણતાં મોતને ભેટી ગયા. એ પહેલા તેમના મોતની તેમને કલ્પના પણ નહીં હોય.
મહેસાણાના જગુદણના રમેણનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ છે. રમેણમાં ધૂણતાં-ધૂણતાં ભુવાજી ગોવિંદ દરજીને હાર્ટ એટેક આવ્યો. આ સમગ્ર દૃશ્યો કેમેરામાં કેદ થઈ ગયા અને માત્ર 44 વર્ષની ઉંમરના ભુવાજી મોતને ભેટ્યા.તો આ તરફ મોરબીના વાઘપર ગામે પણ કંઈક આવી જ ઘટના ઘટી. ભુવા પીઠાભાઈ મકવાણાને ધૂણતાં-ધૂણતાં છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તે એકાએક ઢળી પડ્યા. હાર્ટ એટેકને લીધે તેમનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
એક તરફ હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. તો બીજી તરફ હાલ કાળઝાળ ગરમી પણ લોકોને મુશ્કેલીમાં મુકી રહી છે.ગરમી વચ્ચે ધૂણવાની પ્રક્રિયા શરીરમાં કેવાં કંપન ઊભા કરી શકે અને તે શરીર માટે કેટલાં જોખમી સાબિત થઈ શકે. તે પણ એક ચર્ચાનો વિષય છે અને એટલે જ વ્યક્તિ ગમે તે હોય ચેતવું દરેક માટે જરૂરી છે.
નોંધ. tv9 ગુજરાતી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી. આ જાણકારી માત્ર સમાચાર માટે છે.