Viral Video: ટ્રેક્ટર પર સ્ટંટ દરમિયાન થયો અકસ્માત, વ્યક્તિ મોતના મુખમાંથી માંડ માંડ બચ્યો
સોશિયલ મીડિયા પર એક સ્ટંટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ ટ્રેક્ટરને આગળના પૈડાં ઊંચાકરીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.
Ahmedabad: આ દિવસોમાં દેશભરના મોટાભાગના યુવાનોના માથા પર સ્ટંટ વીડિયોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે દરેક લોકો રસ્તા પર સ્ટંટ કરતા જોવા મળે છે. મોટાભાગના યુવાનો બાઈકથી લઈને અન્ય વાહનોમાં સ્ટંટ કરતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ હેરાન થઈ ગયા છે. અમુક સ્ટંટમાં સાવધાની દાખવવામાં ન આવે તો તે અકસ્માતમાં ફરી જાય છે. જેને જોઈને યુઝર્સના રૂવાડા ઉભા થઈ જાય છે.
આ પણ વાંચો: Viral Video : તોફાની બાળકે પેન મારી તોડી નાખ્યું હજારોની કિંમતનું ટીવી, વાલીઓ બનાવતા રહ્યા વીડિયો
તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બે છોકરાઓ આશ્ચર્યજનક રીતે રસ્તા પર ટ્રેક્ટર ચલાવતા જોઈ શકાય છે. જે દરમિયાન ટ્રેક્ટર ચલાવતો વ્યક્તિ તેના પર સ્ટંટ કરતો જોવા મળે છે. સ્ટંટ કરતાની સાથે જ ટ્રેક્ટર પર બેઠેલી બીજી વ્યક્તિ જમીન પર નીચે પડી જાય છે. સ્ટંટને અકસ્માતમાં ફેરવવામાં વધુ સમય લાગતો નથી. તે જ સમયે ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિ તેને રોકે છે. જો આવું ન થયું હોત, તો નીચે પડેલા વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયુ હોત.
ટ્રેક્ટર પર સ્ટંટ
વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને bike_my_life_94 નામની પ્રોફાઈલથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાના લીલા રંગના ટ્રેક્ટર પર સ્ટંટ બતાવતો જોવા મળે છે. જે પોતાના ટ્રેક્ટરને હવામાં ઉછાળતો અને લહેરાવતો જોવા મળે છે. જે દરમિયાન તે ટ્રેક્ટરના આગળના વ્હીલને હવામાં ઉંચકીને ચલાવતો જોવા મળે છે.
View this post on Instagram
વીડિયોને 5 મિલિયન વ્યૂઝ મળ્યા છે
વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટરનું આગળનું વ્હીલ જમીનને અડતા જ તે કૂદી પડે છે અને પછી ટ્રેક્ટર પર બેઠેલો બીજો વ્યક્તિ જમીન પર પડી જાય છે અને ટ્રેક્ટરની નીચે આવતા બચી જાય છે. તે જ સમયે ડ્રાઈવર ટ્રેક્ટર રોકે છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝર્સના ગળા સુકાઈ ગયા છે. આ વીડિયોને જ્યારે આ સમાચાર લખાય ત્યાં સુધી 4 લાખ 70 હજારથી વધુ લાઈક્સ અને 50 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો