AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: રસ્તા પર ફરતા જોવા મળ્યો ગેંડો, લોકોએ નિડર થઈ પડાવી સેલ્ફી, યુઝર્સે કહ્યું ‘આ ઘણું રિસ્કી છે’

આ વીડિયો નેપાળનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં એક શિંગડાવાળો ગેંડો (One horned rhino) રસ્તાઓ પર મુક્તપણે ફરતો જોવા મળે છે અને લોકો આ વિશાળ પ્રાણીને નજીકથી જોઈને તેની સાથે ફોટો પડાવતા જોવા મળે છે.

Viral Video: રસ્તા પર ફરતા જોવા મળ્યો ગેંડો, લોકોએ નિડર થઈ પડાવી સેલ્ફી, યુઝર્સે કહ્યું 'આ ઘણું રિસ્કી છે'
Rhinoceros Viral Video (Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:12 AM
Share

તમે પ્રાણી સંગ્રહાલયમાં ગેંડા (Rhinoceros) જોયા જ હશે, પરંતુ દૂરથી. તેઓ એટલા વિશાળ છે કે તમે ભાગ્યે જ તેમની નજીક જવાની હિંમત કરી શકો. વાસ્તવમાં, હાથી પછી ગેંડા સૌથી મોટું અને વજનદાર પ્રાણી છે. જો કે તે શાંત સ્વભાવનું પ્રાણી છે, પરંતુ જ્યારે આક્રમક થાય છે ત્યારે તે પૃથ્વી પરના કોઈપણ પ્રાણીથી ડર્યા વિના નિર્ભયપણે તેના પર હુમલો કરે છે. કેટલીકવાર સિંહ અને વાઘ તેમનો શિકાર કરે છે, પરંતુ મોટાભાગે ગેંડાઓ તેમના પર ભારે પડતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તમને આવા તમામ વીડિયો જોવા મળશે, જેમાં ગેંડા કાં તો સિંહ અને વાઘનો શિકાર બને છે અથવા તો તેમના પર ભારે પડે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ગેંડાનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, તેણે બધાને ચોંકાવી દીધા છે અને ગેંડા રસ્તા પર મસ્તી કરતા લોકોની વચ્ચે ફરતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગેંડા રોડ પર ફરે છે અને લોકો ત્યાંથી અવર-જવર કરી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ ગેંડાની સામે ઉભા રહીને સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. આ જોઈને એક છોકરીએ પણ હિંમત બતાવી અને ગેંડાની સામે આવીને મોબાઈલ સાથે સેલ્ફી લીધી. અહી નવાઈની વાત તો એ હતી કે ગેંડા પણ રસ્તા પર ચુપચાપ ઉભા રહ્યા અને ફોટા પડાવતા રહ્યા. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈ સેલિબ્રિટી છે અને તેના ફેન્સ સાથે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. તે ખૂબ જ આશ્ચર્યજનક દૃશ્ય હતું, કારણ કે સામાન્ય રીતે આવુ જોવા મળતું નથી.

View this post on Instagram

A post shared by Rhove (@rhoveafrica)

આ વીડિયો નેપાળનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં એક શિંગડાવાળો ગેંડો રસ્તાઓ પર મુક્તપણે ફરતો જોવા મળે છે અને લોકો આ વિશાળ પ્રાણીને નજીકથી જોઈને તેની સાથે ફોટો પડાવતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rhoveafrica નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.7 મિલિયન એટલે કે 17 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 45 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારની કમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચો: Viral Video: શખ્સના હાથમાં જોવા મળ્યા નાના ‘સોનાના કાચબા’, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત

આ પણ વાંચો: Viral Video: લદ્દાખના પેંગોંગ તળાવમાં ચલાવી કાર, વીડિયો થયો વાયરલ, કાર્યવાહીની ઉઠી માંગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">