AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajab-Gajab : આ છે દુનિયાનું સૌથી રહસ્યમય સ્મારક, જે કોઈ નથી જાણતું કે કોણે બનાવ્યું ?

આજે અમે ન્યૂગ્રંજ વિશે વાત કરી રહ્યા છીએ. જે 3200 ઈ.સ પૂર્વે આસપાસ નવપાષાણ સમય દરમિયાન બાંધવામાં આવ્યું હતું. તે વિશ્વ વિખ્યાત સ્ટોનહેંજ અને ઇજિપ્તના પિરામિડ કરતાં ઘણું જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ સ્મારક સ્ટોનહેંજ કરતાં લગભગ 500 વર્ષ જૂનું છે.

Ajab-Gajab : આ છે દુનિયાનું સૌથી રહસ્યમય સ્મારક, જે કોઈ નથી જાણતું કે કોણે બનાવ્યું ?
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:06 PM
Share

Ajab-Gajab : દુનિયામાં એવી ઘણી વસ્તુઓ કે જગ્યાઓ છે, જે રહસ્યોથી ભરેલી છે. વૈજ્ઞાનિકો આજ સુધી આ રહસ્યો પરથી પડદો ઉઠાવી શક્યા નથી અને આવનારા દિવસોમાં એવું લાગતું નથી કે તેમના વિશે ખાસ કંઈ જાણી શકાશે. આજે અમે તમારી પાસે આયર્લેન્ડના કાઉન્ટી મીથ (County Myth of Ireland) વિષે જણાવીશું. વાસ્તવમાં, અહીં પ્રાગૈતિહાસિક સ્મારક છે, જે બોયરોન નદીની ઉત્તરે દ્રોગેડાથી આઠ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે.

આજે અમે ન્યૂગ્રંજ વિશે વાત કરી રહ્યા છીએ. જે 3200 ઈ.સ પૂર્વે આસપાસ નવપાષાણ સમય દરમિયાન બાંધવામાં આવ્યું હતું. તે વિશ્વ વિખ્યાત સ્ટોનહેંજ અને ઇજિપ્તના પિરામિડ કરતાં ઘણું જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ સ્મારક સ્ટોનહેંજ કરતાં લગભગ 500 વર્ષ જૂનું છે.

ઘણા પુરાતત્વવિદોનું માનવું છે કે આ સ્મારકનું કોઈ પ્રકારનું ધાર્મિક મહત્વ હતું, કદાચ અહીં કોઈ પ્રકારની પૂજા થઈ હશે. જો કે, આ સ્થળનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને કોણે બનાવ્યો હતો, તેના વિશે કોઈ જાણી શક્યું નથી, એટલે કે તે આજ સુધી એક રહસ્ય છે.

આ સ્મારકના એક રૂમમાં 19 મીટરનો માર્ગ છે, જે માત્ર શિયાળામાં સૂર્યોદય સમયે પ્રકાશિત થાય છે આ પણ એક રહસ્ય છે. આ જગ્યા ઘણા સમય પહેલા મળી આવી હતી, ત્યારબાદ 1962 થી 1975 સુધી અહીં ખોદકામનું કામ કરવામાં આવ્યું અને તેના વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ વધુ માહિતી જાણી શકાય ના હતી.

આ રહસ્યમય સ્મારક એક મોટા ગોળાકાર ટેકરા જેવું છે. જેમાં આંતરિક પથ્થરનો માર્ગ અને ચેમ્બર છે. આ ચેમ્બરમાં માનવ હાડકાં અને કબરનો સામાન પણ મળી આવ્યો છે.તે બતાવવામાં આવ્યું છે કે સ્મારકની અંદર માનવ લાશો રાખવામાં આવી હતી, જેમાંથી કેટલાક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : BANK LOAN: આ પદ્ધતિ અપનાવી ઓછા વ્યાજ પર મેળવો પર્સનલ લોન, તમે પણ દેવાની જાળમાંથી બચી જશો

આ પણ વાંચો : Kabul Airport: દરેક જગ્યાએ અરાજકતા છે, લોકો તાલિબાનના ડરથી દેશ છોડીને ભાગી રહ્યા છે, તસવીરોમાં કાબુલ એરપોર્ટની હાલત જુઓ

g clip-path="url(#clip0_868_265)">