ઐશ્વર્યા રાય Miss World બની ત્યારે આવી દેખાતી હતી, 29 વર્ષ જૂનો વીડિયો થયો વાયરલ, જુઓ Video

|

Feb 02, 2023 | 9:56 AM

આ વીડિયોમાં ઐશ્વર્યા રાયે પ્લેન મરૂન સાડી પહેરી છે. જેમા તે અત્યંત સુંદર દેખાય છે. આ વીડિયોમાં તમે 29 વર્ષ પહેલાની ઐશ્વર્યાને ભારતીય અને પશ્ચિમી બંને લુકમાં જોઈ શકો છો. ઐશ્વર્યા જે રીતે ચાલે છે કે વાત કરે છે તેમાં તેની એક અનોખી અદા સાથે સાદગી જોવા મળે છે.

ઐશ્વર્યા રાય Miss World બની ત્યારે આવી દેખાતી હતી, 29 વર્ષ જૂનો વીડિયો થયો વાયરલ, જુઓ Video
Aishwarya Rai

Follow us on

બોલિવુડની ખુબ સુંદર અભિનેત્રીમાંથી એક એશ્વર્યા રાય બચ્ચન આખી દુનિયામાં પોતાની અદાઓનો જાદુ ફેલાવ્યો છે. તેમણે 19 નવેમ્બર 1994ની તારીખને ખાસ બનાવી હતી. આ દિવસે ભારતની અભિનેત્રી ઐશ્વર્યા રાય વિશ્વ સુંદરી બની હતી અને દેશનું ગૌરવ વધાર્યું હતું. લગભગ 29 વર્ષ પહેલા ઐશ્વર્યાએ આ ખિતાબ જીત્યો હતો, સોશિયલ મીડિયા પર 1994-95ની મિસ વર્લ્ડ ટૂરનો આ ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : પાકિસ્તાની યુવકે બોલિવૂડ ગીત પર કર્યો કાતિલ ડાન્સ, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઐશ્વર્યા રાય પ્લેન મરૂન સાડી પહેરી છે જેમા તે અત્યંત સુંદર દેખાય છે. આ વીડિયોમાં તમે 29 વર્ષ પહેલાની ઐશ્વર્યાને ભારતીય અને પશ્ચિમી બંને લુકમાં જોઈ શકો છો. તે જે રીતે ચાલે છે કે વાત કરે છે, દરેક વસ્તુમાં તેની એક અનોખી અદાની સાથે સાદગી જોવા મળે છે. ઐશ્વર્યાએ મિસ વર્લ્ડ સ્પર્ધામાં પૂછાયેલા પ્રશ્નોના સ્માર્ટ જવાબો આપીને આ ખિતાબ જીત્યો હતો. ત્યાં હાજર લોકો માત્ર તેની સુંદરતા જ નહીં પરંતુ તેની પ્રતિભાના પણ ફેન થઈ ગયા હતા.

 

 

માત્ર સુંદરતા જ નહીં, ઐશ્વર્યા રાયે પોતાની બૌદ્ધિક ક્ષમતાના આધારે આ ખિતાબ જીત્યો હતો. જ્યારે ઐશ્વર્યાએ મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો. ત્યારે તે માત્ર 21 વર્ષની હતી. ઐશ્વર્યાએ 86 દેશોની સુંદરીઓને હરાવીને આ તાજ જીત્યો હતો. તે પછી પણ ભારતમાં ઘણી સુંદરીઓએ આ ખિતાબ જીત્યો, પરંતુ આજે પણ ઐશ્વર્યાની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. મિસ વર્લ્ડ જીત્યા બાદ તેને બોલિવૂડમાં ફિલ્મોની ઓફર મળવા લાગી અને પછી ઐશ્વર્યાએ અભિનયને પોતાનો વ્યવસાય બનાવી લીધો હતો.

Published On - 9:32 am, Thu, 2 February 23

Next Article