ટ્રેન.. કે બસ જ નહીં, હવે ટાટાના વિમાનમાં પણ તૂટેલી સીટ ! કૃષિ મંત્રી શિવરાજ સિંહને થયો કડવો અનુભવ, જાણો શું હતી ઘટના
Air India ની મુસાફરી દરમ્યાન શિવરાજસિંહ ચૌહાણને પાફએલી મુશ્કેલીઓ અંગે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી છે. શિવરાજસિંહ ચૌહાણની આ પોસ્ટ પછી એર ઈન્ડિયાની સર્વિસ પર ફરીવાર પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણએ એર ઈન્ડિયાની સર્વિસ અંગે નારાજગી વ્યક્ત કરી છે. શનિવારે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને જણાવ્યું કે ફ્લાઈટ દરમિયાન તેમને તૂટી ગયેલી બેઠક પર મુસાફરી કરવાની મજબૂરી આવી.
તેમણે લખ્યું કે. લાગતું હતું કે ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાનો ટેકઓવર કર્યા પછી સેવા સુધરશે, પણ હકીકત એ છે કે આવું હજુ સુધી થયું નથી. શિવરાજસિંહની આ પોસ્ટ પછી ફરીવાર એર ઈન્ડિયાની સર્વિસ પર પ્રશ્નો ઉભા થયા છે.
શિવરાજસિંહ ચૌહાણે X (ટ્વિટર) પર પોસ્ટ કરી
શિવરાજસિંહ ચૌહાણે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તૂટી બેઠકો અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે તેઓ ભોપાલથી દિલ્હી જવાનું હતું અને એ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI436ની ટિકિટ બુક કરી હતી. તેમને બેઠક નંબર 8C ફાળવાઈ, પણ જ્યારે તેઓ બેઠા ત્યારે બેઠક તૂટી ગયેલી અને અંદર ધસી ગયેલી હતી, જેના કારણે તેમને બેસવામાં મુશ્કેલી પડી.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।
मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025
મંત્રીએ ક્રૂ મેમ્બરોને પૂછ્યું કે બગડેલી સીટ હોવા છતાં તે ફાળવાઈ કેમ? સ્ટાફે જવાબ આપ્યો કે મેનેજમેન્ટને આ બાબતની પહેલેથી જાણ હતી અને આ સિટ ટિકિટ માટે ઉપલબ્ધ ન હોવી જોઈએ. સ્ટાફે એ પણ કબૂલ્યું કે ફ્લાઈટમાં અન્ય બગડેલી સીટો પણ છે.
સહયાત્રીઓએ કૃષિ મંત્રીને સીટ બદલવા માટે કહ્યું, પણ શિવરાજસિંહે બીજાને તકલીફ ન થાય એ માટે તૂટેલી સીટ પર જ મુસાફરી પૂરી કરી.
એર ઈન્ડિયાની સર્વિસ પર ઉઠાવ્યા પ્રશ્નો, કહ્યું- મારી ધારણા ખોટી સાબિત થઈ
મંત્રીએ એર ઈન્ડિયાની સેવા અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેમને લાગ્યું હતું કે ટાટા ગ્રૂપના ટેકઓવર પછી સેવા સુધરશે, પણ એમનું માનવું ખોટું સાબિત થયું.
તેમણે કહ્યું, “મને બેસવામાં કષ્ટની ચિંતા નથી, પણ મુસાફરો પાસેથી સંપૂર્ણ ભાડું લઈને તેમને બગડેલી અને અનકમ્ફર્ટેબલ બેઠકો પર બેસાડવું અનૈતિક છે. શું આ મુસાફરો સાથે છેતરપિંડી નથી?”
તેમણે એર ઈન્ડિયાને પ્રશ્ન કર્યો કે શું ભવિષ્યમાં આ સમસ્યાઓથી બચવા માટે કોઈ પગલાં લેશે કે નહીં?
Dear Sir, we apologize for the inconvenience caused. Please be rest assured that we are looking into this matter carefully to prevent any such occurrences in the future. We would appreciate the opportunity to speak with you, kindly DM us a convenient time to connect.
— Air India (@airindia) February 22, 2025
એર ઈન્ડિયાનો જવાબ
શિવરાજસિંહની પોસ્ટ પર એર ઈન્ડિયાએ જવાબ આપ્યો, “માફ કરશો, તમને તકલીફ થઈ. કૃપા કરીને નિશ્ચિત રહો, અમે આવી પરિસ્થિતિને ભવિષ્યમાં અટકાવવા માટે ગંભીરતાથી આ મામલો જોઈ રહ્યાં છીએ. અમે તમારાથી વાત કરવા તૈયાર છીએ, કૃપા કરીને અમને અનુકૂળ સમય જણાવો.”