ભારત સામે ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ મેદાનમાં ઝઘડ્યા, જુઓ Viral Video

|

Jun 12, 2022 | 10:06 PM

2016 બાદ ભારતીય ટીમની (Indian Football Team) આ અફઘાનિસ્તાન સામે પ્રથમ જીત હતી. છેલ્લી બે વખત અફઘાનિસ્તાનની ટીમે ભારતને બરાબરી પર રોકવામાં સફળ રહી હતી.

ભારત સામે ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ મેદાનમાં ઝઘડ્યા, જુઓ Viral Video
Ind vs AFG Football Match

Follow us on

AFC એશિયન કપ ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં ભારતીય ફૂટબોલ ટીમે તેમની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે. શનિવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને (Ind vs AFG Football Match) 2-1થી હરાવ્યું હતું. ભારત તરફથી મેચમાં કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri) 86મો અને સાહલ અબ્દુલ સમદે 91મો ગોલ કર્યા હતા. આ પહેલા ભારતે કંબોડિયાને 2-0થી હરાવ્યું હતું. આ જીત બાદ ઈગોર સ્ટીમેકની ટીમ મેન્સ AFC એશિયન કપ ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડની તેની આગામી મેચમાં હોંગકોંગ સામે સામનો કરશે.

ભારત સામેની મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ પોતાના પર કાબૂ રાખી શક્યા ન હતા અને તેઓ ભારતીય ખેલાડીઓ સાથે ઝઘડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ એક વીડિયોમાં અફઘાનિસ્તાનના 3 ખેલાડીઓ અને ભારતીય ટીમના 2 ખેલાડીઓ ઝપાઝપી અને ધક્કામુક્કી કરતા જોઈ શકાય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ભારતના સ્ટાર ગોલકીપર ગુરપ્રીત સિંહ આ બાબતને શાંત પાડવા માટે આગળ આવે છે, પરંતુ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ તેને ધક્કો માર્યો હતો. AFC અધિકારીઓ પણ મેદાન પર ખેલાડીઓને શાંત કરવાનો પ્રયાસ કરે છે. જાન્યુઆરી 2016 બાદ અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમનો આ પહેલો વિજય છે. આ પહેલા છેલ્લા બે પ્રસંગ પર અફઘાનિસ્તાનની ટીમ બે વખત ભારતને બરાબરી પર રોકવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે 11 મેચ રમી છે, જેમાં તેણે સાતમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

અફઘાનિસ્તાન સામે ગોલ કર્યા બાદ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ 128 ઈન્ટરનેશનલ મેચોમાં 82 ગોલ કર્યા છે. એક્ટિવ ફૂટબોલરોમાં સુનિલ છેત્રીથી આગળ માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) અને લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) છે. રોનાલ્ડોએ 189 મેચમાં 117 ગોલ કર્યા છે અને મેસ્સીએ 162 મેચમાં 86 ગોલ કર્યા છે.

Next Article