Dance Viral Video : કેટરિના કૈફ જેવી દેખાતી ગર્લે ટીપ ટીપ બરસા ગીત પર કર્યો ડાન્સ, ગ્લેમર જોઈને તમે રવીના ટંડનને પણ ભૂલી જશો
કેટરિના કૈફ જેવી લાગતી એમી ઈલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે આઇકોનિક ગીત ટીપ ટીપ બરસા પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વર્ષ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાનું રવિના ટંડન અને અક્ષય કુમારનું ગીત ટીપ ટીપ બરસા પાની ખૂબ જ લોકપ્રિય થયું હતું. લોકોને આ ગીત ઘણું પસંદ આવ્યું. આ ગીત વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશી માટે પણ રિક્રિએટ કરવામાં આવ્યું હતું, જેમાં અક્ષય કુમાર હતો, પરંતુ તેની સામે કેટરિના કૈફ જોવા મળી હતી.
આ પણ વાંચો : ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ઉર્ફી જાવેદે બતાવી પોતાની હોટનેસ, જુઓ તેનો બોલ્ડ લુક
આ ગીતમાં કેટરિનાને પણ લોકોએ પસંદ કરી હતી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એમી ઈલા આ જ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. એમી એક મોડલ અને અભિનેત્રી છે, જેને સોશિયલ મીડિયા પર કેટરિનાની હમસકલ પણ કહેવામાં આવે છે.
એમી ઈલાનો વીડિયો અહીં જુઓ
View this post on Instagram
(Credit Source : Amy)
આ વીડિયો તાજેતરમાં એમી ઈલાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં કેટરીના અને રવિનાની જેમ એમી પણ પીળી સાડીમાં જોવા મળી રહી છે અને જબરદસ્ત ડાન્સ કરી રહી છે, જે હવે ઈન્ટરનેટ યુઝર્સના દિલ જીતી રહી છે.
આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ્સ કરી છે કે, “ગોર્જિયસ” અન્ય એક યુઝરે લખ્યું, “તમારા ડાન્સ મૂવ્સ જોવાનું રોકી શકતો નથી.” અન્ય યુઝરે હાર્ટ ઇમોજી સાથે લખ્યું, “સુંદર.” તો ત્યાં એક વ્યક્તિએ કહ્યું કે, તમે કેટરિના જેવા લાગો છે.
એમીએ આ ફિલ્મોમાં કર્યું છે કામ
એમી એલા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 9.4 મિલિયન એટલે કે 94 લાખ લોકો ફોલો કરે છે, જેઓ તેના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. આ સિવાય એમીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. તેણે બ્લડી ડેડી, ગોવિંદા નામ મેરા, રનવે 34 જેવી ફિલ્મો અને સિરીઝમાં કામ કર્યું છે. તે ટીવી શો કર્મયુદ્ધમાં પણ જોવા મળી ચુકી છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો