Viral Video: નાના બાળકોને કારમાં લઈ ફરતા માતા-પિતા માટે ચેતવણી રુપ ઘટના, બાળકીનું ગળું કારની બારીમાં ફસાયું, જુઓ ભયાનક Video
બાળકીની ગરદન થોડીક સેકન્ડો માટે બારીમાં ફસાઈ ગઈ ત્યાં સુધી કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું નહીં. જોકે, થોડા સમય પછી એક કર્મચારીએ બાળકીને જોઈ અને તેણે બૂમો પાડી હતી.
નાના બાળકોની સંભાળ રાખવી એટલી સરળ નથી. માતા-પિતાએ હંમેશા તેમના પર નજર રાખવી જોઈએ, કારણ કે કોઈ પણ સમયે નાની ઘટના પણ મૃત્યુંને આમંત્રણ આપી શકે છે. ઘણી વખત માતા-પિતાને લાગે છે કે આ વસ્તુથી બાળકને કોઈ ખતરો નથી, પરંતુ પાછળથી આ જ બાબત તેમના મૃત્યુનું કારણ બની જાય છે.
તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. બાળકો ખૂબ જ નાના હોવાથી, તેઓ જોખમો વિશે જાણતા નથી. જો કે, માતા-પિતા હોવાને કારણે, હંમેશા તેમની ગંભીરતાથી કાળજી લેવી જોઈએ, નહીં તો તેમની સાથે ગમે ત્યારે જીવલેણ અકસ્માત થઈ શકે છે, જેમ કે આ છોકરી સાથે પણ આવું જ કંઈક થયું છે.
માથું કારની બારીમાં ફસાઈ ગયું હતું
સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક પરિવાર પોતાની બાળકી સાથે કારમાં પ્રવાસ પર ગયો હતો. દરમિયાન તેણે વોશિંગ સેન્ટર પર કાર રોકી હતી અને કારની તમામ બારીઓ બંધ કરી દીધી હતી. જ્યારે બારી બંધ થઈ રહી હતી ત્યારે નાની છોકરીએ બારીમાંથી મોઢું બહાર કાઢ્યું હતું. બાળકી તરફ કોઈએ ધ્યાન ન આપ્યું અને તરત જ કાચ બંધ કરી દીધા હતા. જેથી તેનું માથું કારની બારીમાં ફસાઈ ગયું હતું. બાળકીનું માથું બારીમાં એવું અટવાઈ ગયું હતું કે તેની ગરદન દબાવાના કારણે તે ચીસો પણ પાડી શકી નહોતી.
ગરદન થોડી સેકન્ડો માટે બારીમાં અટકી રહી
બાળકીની ગરદન થોડીક સેકન્ડો માટે બારીમાં ફસાઈ ગઈ હતી, ત્યાં સુધી કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું નહીં. જોકે, થોડા સમય પછી એક કર્મચારીએ બાળકીને જોઈ અને તેણે બૂમો પાડી હતી. જે બાદ અન્ય લોકો આવ્યા અને બાળકીને કાચમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જ્યારે છોકરીની ગરદન કાચમાંથી બહાર કાઢવામાં આવી તો છોકરી રડવા લાગી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીની ગરદન કેટલી ખરાબ રીતે બારીમાં ફસાઈ ગઈ હતી. જો થોડો પણ વિલંબ થયો હોત તો યુવતીનો જીવ પણ જઈ શક્યો હોત.
Credit-instragram@@edificadoresdo_reino
બાળકો ક્યારેક રમતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ક્યારેક તેઓ કંઈક ગળી જાય છે, ક્યારેક તેઓ ખતરનાક વસ્તુઓને સ્પર્શ કરે છે. બાળકોને આવા જોખમોથી બચાવવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આ નાની-નાની બાબતો તેમનું જીવન મુશ્કેલ બનાવી શકે છે અને મૃત્યુનું કારણ બની શકે છે.