Viral Video: મોબાઈલની બેટરી કાઢતા જ દુકાનમાં થયો જોરદાર વિસ્ફોટ, CCTVમાં કેદ થઈ LIVE ઘટના

|

Aug 18, 2022 | 9:28 PM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક હેરાન કરનારો વીડિયો (Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક દુકાનમાં એક વ્યક્તિના હાથમાં રાખેલો ફોન ફૂટ્યો હતો. સદનસીબે આગ લાગતાની સાથે જ યુવકે મોબાઈલ ફેંકી દીધો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. મોબાઈલ ફાટવાથી ત્યાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા.

Viral Video: મોબાઈલની બેટરી કાઢતા જ દુકાનમાં થયો જોરદાર વિસ્ફોટ, CCTVમાં કેદ થઈ LIVE ઘટના
Shocking-viral-video

Follow us on

ઈન્ટરનેટની દુનિયામાં તમે એક્ટિવ રહો છો તો તમે આ વાત સારી રીતે સમજી જ ગયા હશો, અહીં હાજર પ્લેટફોર્મ પર કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. આમાં ઘણી વસ્તુઓ હાસ્યજનક હોય છે તો ઘણી વસ્તુઓ જોઈને હેરાન થઈ જવાય છે. આવો જ એક હેરાન કરી દે એવો વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જોઈને જોયા પછી તમે પણ હેરાન થઈ જશો. જો તમે પણ સ્માર્ટફોનનો (Smartphone) ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

સ્માર્ટફોન બ્લાસ્ટની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. વાસ્તવમાં મોટાભાગના સ્માર્ટફોનના વિસ્ફોટનું કારણ તેમાં આપવામાં આવેલી બેટરી છે. લિથિયમ આયન બેટરી ખામીયુક્ત અથવા ખોટી હેન્ડલિંગને કારણે વિસ્ફોટ થાય છે. જેના કારણે ઘણી વખત લોકોને ભારે નુકસાન વેઠવું પડે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે. જ્યાં મોબાઈલ ફોનની દુકાનમાં જ મોબાઈલ ફાટ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ મામલો મધ્યપ્રદેશના બાલાઘાટ શહેરને અડીને આવેલા ગામ કનકીનો છે. જ્યાં એક મોબાઈલની દુકાનમાં રાખેલો મોબાઈલ અચાનક યુવાનના હાથમાં ફૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં યુવકને કોઈ ઈજા થઈ ન હોવાથી મોબાઈલમાં આગ લાગતા જ યુવકે મોબાઈલ ફેંકી દીધો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મોબાઈલ ફાટતા ત્યાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા.

અહીં જુઓ હેરાન કરી દે એવો વીડિયો

જાણકારી મુજબ ગામ કનકીમાં બંટી લિલ્હારેની મોબાઈલની દુકાન છે જે મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે, તેને જણાવ્યું કે તેને કસ્ટમરનો ફોન આવ્યો કે તેને મોબાઈલની બેટરી ચેન્જ કરવી છે, તે તરત જ બેટરી કાઢી, મોબાઈલ ફોન ફાટી ગયો અને તેને તરત જ મોબાઈલ ફેંકી દીધો, જેના કારણે કોઈ મોટી ઘટના બની નહીં શકી. આ જ મોબાઈલ શોપમાં ઉભેલા અન્ય લોકો પણ આ ઘટનાથી હેરાન થઈ ગયા હતા, માત્ર 15 સેકન્ડનો આ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. દુકાનદારને અપીલ કરતાં તેમને જણાવ્યું છે કે જો કોઈના મોબાઈલની બેટરી ફાટી જાય તો તરત જ મોબાઈલ શોપમાં જઈને તપાસ કરાવો અને દુર્ઘટનાથી બચો.

Next Article