Viral Video: સ્વેગમાં નદીમાંથી બહાર નહીને આવ્યું સફેદ હરણ, આ વીડિયોએ જીત્યું લોકોનું દિલ

વધતા શહેરીકરણની વચ્ચે જંગલના પ્રાણીઓના દર્શન ખૂબ જ દુર્લભ છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર જ્યારે જાનવરો સાથે જોડાયેલો કોઈ વીડિયો સામે આવે છે તો તે ઝડપથી વાયરલ (Viral Video) થઈ જાય છે. આજકાલ એક એવું જ પ્રાણી લોકોમાં ચર્ચામાં છે. જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય?

Viral Video: સ્વેગમાં નદીમાંથી બહાર નહીને આવ્યું સફેદ હરણ, આ વીડિયોએ જીત્યું લોકોનું દિલ
White-Moose-Viral-video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 8:14 PM

પ્રકૃતિએ પાણી અને જંગલના રૂપમાં મનુષ્યને એવી બે અનોખી ભેટો આપી છે, જેની મદદથી દુનિયામાં અનેક સંસ્કૃતિઓનો વિકાસ થયો છે, પરંતુ મનુષ્યે પોતાના સ્વાર્થના કારણે આ વસ્તુઓનો ખૂબ જ ઝડપથી ઉપયોગ કર્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે કુદરતે આપેલી બંને ભેટ હવે લુપ્ત થવાના આરે છે. આવી પરિસ્થિતિમાં વધતા શહેરીકરણ વચ્ચે જંગલના પ્રાણીઓના દર્શન ખૂબ જ દુર્લભ છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા (Social Media) પર જ્યારે જાનવરો સાથે જોડાયેલો કોઈ વીડિયો (Viral Video) સામે આવે છે તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે. આજકાલ એક એવું જ પ્રાણી લોકોમાં ચર્ચામાં છે. જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય?

વીડિયોમાં જોઈ શકાય છે કે એક રેયર સફેદ હરણ (White moose) પાણીમાં જાય છે અને પોતાને ઠંડુ કરવા માટે મજા કરીને સ્નાન કરે છે. પ્રાણી પોતાના શરીરને આરામ કરવા અને પાણીનો આનંદ માણવા જે રીતે પાણીમાં જાય છે, તે દ્રશ્ય ખરેખર મજાનું છે. પછી તે બહાર આવે છે અને પોતાની જાતને ફ્લોન્ટ કરે છે અને પાણીના છાંટા ઉડાડે છે, જે ખૂબ જ સુંદર લાગે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અહીં જુઓ સફેદ હરણનો વીડિયો

27 સેકન્ડનો આ વીડિયો @Gabriele_Corno નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. જે લોકોને તે ખૂબ જ પસંદ આવ્યું છે, તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે જ્યારે આ સમાચાર લખાયા છે, ત્યારે આ વીડિયો 1.35 લાખ કરતા વધુ લોકોએ જોયો છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ કરી છે. એક યુઝરે કહ્યું કે આ નજારો ખરેખર અદભૂત છે કે હું આ પ્રાણીના પ્રેમમાં પડી ગયો. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે પ્રાણીઓ પણ આ રીતે પાણીનો આનંદ માણી શકે છે, મેં આ પહેલીવાર જોયું..! અદ્ભુત!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">